________________
૨૪૬
શ્રી જિનેન્દ્રાગમ વિવિધ વિષયરૂ૫–ગુણ-સંગ્રહ
કામ કરવું. જેથી સફળતા મળશે. કુળદેવીની પૂજા કરવાથી કલ્યાણ થશે.
૨૩૪ સામાન્ય–તમારા ઘરમાં વિરોધ અને કુટુંબમાં ફૂટ છે. આથી પીપળાની પૂજા કરવી. સુખ મળશે.
૨૪૧ ઉત્તમ-તમારા ઘરમાં સુખ થશે, સર્વ કાર્ય સિદ્ધ થશે, મનધાર્યું ફળ મળશે. ઉપાય કરે.
૨૪૨ મધ્યમ તમને ઘર પ્યારું છે, વ્યાપારમાં લાભ છે. પરંતુ સૂર્યદેવની ઉપાસના કરે ફળ મળશે.
૨૪૩ ઉત્તમ-તમારા વેપારમાં વૃદ્ધિ થશે. મનને સંદેહ દૂર કરે. પરંતુ કાંઈક ધર્મકાર્ય કરો. સર્વ સિદ્ધિ થશે. - ૨૪૪ ઉત્તમ-સુખ અને લાભ છે. ચિંતા દૂર થશે, શરીરમાં તલ અગર મસા છે. જેથી તમારું કલ્યાણ થશે.
૩૧૧ મધ્યમ–તમને સારી જગ્યાએથી લાભ મળશે, પરંતુ માતા-પિતાની સેવા કરે. કુળદેવતાની પૂજા કરે, બ્રાહ્મણને જમાડે તે સુખ મળશે.
૩૧૨ ઉત્તમ-તમારી ઈચ્છા સફલ થશે, ધન તથા કુટુમ્બની વૃદ્ધિ થશે. સ્વપ્નમાં ગજ-અશ્વ જુવો તે માંગલિક સમજવું.
૩૧૩ સામાન્ય તમને ધનની ઈચ્છા છે, શત્રુ ઘણા છે, તેથી અધિક ચિંતા છે, ભગવાનની પૂજા કરે.
૩૧૪ ઉત્તમ-તમારું કલ્યાણ થશે. કાર્યમાં સફળતા મળશે, ધનની પ્રાપ્તિ થશે. ઈષ્ટદેવની પૂજા કરે.