________________
ધમ દ્વાર
૧૧૭
વૈમાનિકમાં–પહેલા બે દેવકને નીકળેલો છવ ત્રેવીશ સંપદા પામે. બીજા દેવલકથી માંડીને આઠમા દેવલોક સુધીને નિકળેલ જીવ સાત એકેન્દ્રિય રત્ન વિના સોળ સંપદા પામે. નવમા દેવકથી માંડીને નવ વેયકમાંથી નિકળેલા જીવ સાત એકેન્દ્રિય રત્ન, અશ્વરત્ન અને ગજ રત્ન વિના ચૌદ સંપદા પામે. પાંચ અનુત્તર વિમાનને નિકળેલા જીવ વાસુદેવ વિના આઠ નિધાને પામે.
ર૬ ધર્મ દ્વાર–તિર્યંચ પંચૅક્રિય અને મનુષ્યને કરણીરૂપ ધર્મ છે, અને બાવીશ દંડકે કરણરૂપ ધર્મ નથી.
ર૭ યોનિદ્વાર–સાત લાખ પૃથ્વીકાયની, સાત લાખ અપકાયની, સાત લાખ તેઉકાયની, સાત લાખ વાયુકાયની, ૧૦ લાખ પ્રત્યેક વનસ્પતિકાયની, ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાયની, બે લાખ બેઇદ્રિય, બે લાખ તેઈન્દ્રિય, બે લાખ ચૌરિદ્રિય, ચાર લાખ દેવતા, ચાર લાખ નારકી ચાર લાખ તિર્યંચ પંચેદ્રિય અને ચૌદ લાખ મનુષ્યની મળી કુલ રાશી લાખ જીવનિ છે.
૨૮ કુલકેટીદ્વાર–નારકીની ૨૫ લાખ, દેવતાની ૨૬ લાખ, પૃથ્વીની ૧૨ લાખ, પાણીની ૭ લાખ, અગ્નિની ૩ લાખ, વાયુની ૭ લાખ, વનસ્પતિની ૨૮ લાખ, બેઇદ્રિયની ૭ લાખ, તેઈદ્રિયની ૮ લાખ, ચૌરિંદ્રિયની ૯ લાખ, મનુષ્યની ૧૨ લાખ, તિર્યંચપંચેંદ્રિયના પાંચ ભેદ છે તેમાં જલચરની ૧ર લાખ, ચતુષ્પદસ્થલચરની દશ લાખ, ઉરપરિસર્ષસ્થલચરની ૧૦ લાખ, ભુજપરિસર્પ-સ્થલચરની દશ લાખ,