________________
४७६
લેતાં, સંસારના મૂળગત દુષ્ટ સ્વભાવને બરાબર ઓળખી રખાય. લેકસંજ્ઞામાં જરાય તણવાનું નહિ, લેકની પ્રશંસા કે નિંદાના આધારે નહિ જીવવાનું. સીતાજીની નિંદા લોક કરતું હતું છતાં સીતાજી શું અસની બનેલા હતા ? કઈ દુરાચારીઓ આજે ય પંકાય છે, પ્રશંસા પામે છે, તે શું એ નિર્દોષ થઈ ગયા? ઉ. યશોવિજયજી મહારાજ કહે છે. કે,
લોકસંજ્ઞામાં નહિ તણાવું, જેને કેત્તર શાસન મળ્યું છે. એમાં ભારત અને પ્રસન્નચ દ્રના દષ્ટાન્ત મોજુદ છે.” ભરત ચક્રવતી છે, લેક જુએ છે કે મહા આરંભ અને મહા પરિગ્રહમાં પડેલા છે. છતાં આરિસા ભવનમાં કેવલજ્ઞાન પામી ગયા. પ્રસન્નચન્દ્રને લેક મહાન યોગી કહી રહ્યા છે, છતાં વીર પ્રભુ કહે છે કે એ સાતમી નરકનાં પાપ ઉપાઈ રહ્યા છે. લેકના સારા કે ખોટા સટફિકેટને ક્યાં હિસાબ રહ્યો? માટે જ એમાં ન તણાતાં તત્વ જેવું.
મુનિ વિચારે છે કે “દેષ ન સેવ્યું હોય તે ય સંસારને સ્વભાવ એ કે અપયશેય પમાડે, અને દેષ સે હોય છતાં કીર્તિ દેખાડે. આનું કારણ એ છે કે કર્મની ગતિ વિચિત્ર છે. આ માતા અપયશમાં પડશે પરંતુ એમાં ય એના પિતાના પૂર્વના કર્મ જ કારણ છે. અપયશ ભેગાવ્યા વિના એ કર્મ દૂર હટે નહિ, તેથી અપયશ એ તે માતાને પૂર્વ કર્મ હટાવવાનું એક પ્રાયશ્ચિત થશે.”