________________
૧૭
દિલમાં શાન્તિ રાખી. બીજી બાજુ માતાને હવે જપ નથી. એને “એમ થાય છે કે આ તે એના બાપે ઘાટ ઘડ હતો!” એમ કરી બ્રહ્મદત્ત ઉપર પણ એ ગુસ્સે થઈ. ઘરના કામકાજ છેડી દઈ આંખે ચઢી ગયેલી રહેવા લાગી. આ તે મોટા મંત્રીનું ઘર છે, માટે કારભાર હોય, પણ જાલિનીએ એ બધું મૂકી દીધું. એને પુત્ર શિલારૂપ લાગે છે! દુશ્મનરૂપ લાગે છે. એને એમ થયું કે આ વાતની ચોખવટ કર્યા વિના નહિ ચાલે. એટલે પતિને કહી દે છે,
જુઓ તમે તે આ શું ધાર્યું છે? હું કેટલા દિવસથી દુઃખી છું, તેની તમને કંઈ ખબર છે ? શું ? પતિને ભાન નથી ! પતિને ભાન વિનાના બનાવે ? એ જ તે, પત્ની ! કેમકે એને પતિ પર હેલ એન્ડ સેલ રાઈટ ! (Whole and sole right) કેમ ખરું ને ? આજની દુનિયા સ્ત્રીઓની દયા ખાય છે, પણ પુરૂષની બિચારાની દયા કોણ ખાય? એ બિચારો દુકાને જાય તે શેઠ તતડાવે, સરકારી ઓફિસે જાય તે એફિસર ખખડાવે. પાછું બધાને બાકી રહ્યું તે ઘરનાં રાણું સાહેબ ઉધડા લે !
જાલિની કહે છે-“જુઓ, એક મ્યાનમાં બે તલવાર નહિ રહી શકે, તેમ એક ઘરમાં અમે બંને (મા-દિકરો નહિ રહી શકીએ.”
ધ્યાન રાખજે હે ! પત્ની હોશિયાર છે, કાઢવે છે દિકરાને, અને પિતાને તો ચોંટી રહેવું છે, પણ સમજીને બેલે છે. કદાચ બામાં મંત્રી કહી દે કે, “જાઓ મારે