________________
જ પ્રકાશકીય જ વિ. સં. ૨૦૦૫ની સાલમાં પૂ. મુનિરાજશ્રી ભાનુવિજ્યજી મહારાજ (હાલ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.) પિતાના પૂ. તારક ગુરુદેવશ્રીની કૃપામથી આજ્ઞાથી મુંબઈ-લાલબાગ ઉપાશ્રયે ચાતુમાસા પધાર્યા હતા.
જ્ઞાન વૈભવથી સમૃદ્ધ પૂ. તપસ્વી ગુરૂદેવ શ્રી પ્રત્યે મુંબઈની વિશાળ જૈનજનતા આકર્ષાઈતેઓશ્રીના પ્રેરક બેધક પ્રવચનની પરાગ જૈનેના ઘરેઘરે પથરાઈ | સંવેગવૈરાગ્યના ધોધ વરસાવી કેઈ ભાવુકોને તેઓશ્રીએ જિનધર્મના રંગે રંગી નાખ્યા. જિન શાસનના તવમહાનિધિમાંથી અમૂલ્ય રત્નના છૂટે હાથે દાન કર્યા. પરિણામે સંખ્યાબંધ નવજવાને ચારિત્રમાર્ગે, “ જવા કટિબદ્ધ થયા. - સં. ૨૦૦૬ ની સાલમાં વાત્સલ્યસિંધુ પૂ. ગુરુદેવશ્રીની પાવન નિશ્રામાં સિદ્ધગિરિ મહાતીર્થની પાવનભૂમિ પર પૂ. ગુરુદેવશ્રીએ મુમુક્ષુઓને વિવિધ વિષયો પર આધ્યાત્મિક તત્ત્વ-જ્ઞાન આપવા માંડયું. ઉપરાંત ખુશાલ ભુવનમાં જ બપોરે “સમરાઇશ્ય કહા’ પર પ્રવચન શરું થયા.
આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. રચિત “સમરાઈ કહા"માં ચભકારિક આધ્યાત્મિકભાવ ભર્યા છે. જ્ઞાન દષ્ટિ, તતવ દષ્ટિ સંવેગ વૈરાગ્યના મહાનિધિરૂપ આ ગ્રંથરત્ન પર ખૂબ જ પ્રેરણાદાયી પ્રવચને થતા. તે સાંભળી શ્રેતાઓ વૈરાગ્યરસના પાતાળકુવામાં પ્રવેશી જતા હતા. એ પ્રવચનનું અવતરણ દિવ્યદર્શન સાપ્તાહિક પત્રમાં ૨૦ વર્ષ પૂર્વે પ્રગટ થયેલું.