________________
૩૪૫ છવી ધર્મ ભૂલે છે. પરંતુ સ્નેહીજનના સમાગમ તે અનિત્ય છે. મનુષ્યભવ જ્યારે આવી દુર્લભતાવાળે છે, ને સનેહીનાં સમાગમ પણ ચંચળ છે, ત્યારે ત્યાં છેવટે ઋદ્ધિ સમૃદ્ધિ તે બરાબર છે ને? તે કે ના, એ પણ ચંચળ છે. યૌવન પણ પુષ્પની માફક ક્ષણભંગુર છે. નવું આવે ત્યારે ખીલેલું દેખાય, અલ્પકાળ વિત્યે ન વિત્યો ત્યાં કરમાઈ ગયેલું થાય, અને એથી વધુ કાળ વિત્યે કે ઉકરડામાં નાખી દેવા જેવું બની જાય છે. એટલું જ નહિં પણ, યુવાવસ્થામાં જે ફૅર કામદેવ તેફાન મચાવે છે તે તે પરલેકને ભયંકર શત્રુ છે; પરલેકમાં જીવને ખૂબ પીડે છે, કનડે છે. ત્યારે ઇન્દ્રિયેના બીજા વિષચેના વિપાક પણ અતિ ભયંકર છે, અને જેને યથેચ્છ પ્રચાર જગતમાં ક્યાં ય રોકાઈ શકાયે નથી, તેવા મૃત્યુને ભય સદા માથે ઝઝુમતે રહે છે.”
કેટલી વાતે એણે કરી દીધી? સંસારની જે વાતે જીવને ગમતી લાગે છે, તેનું ભયંકર સ્વરૂપ રજુ કરી દીધું ! પિતાને તે પછી વિનંતિ કરે છે, જે પરિસ્થિતિ બધી ય આવી છે, તે પછી આપ મારા પર મહેરબાની કરો, તે હું આપની આજ્ઞા પામી આ જીવ લેકમાં જે વીતરાગ પ્રણેત સાધુધર્મ છે, તેને સ્વીકારી મારા મનુષ્ય પણને સફળ કરી દઉં.” એને મનમાં સચોટ વાસી ગયું છે કે આ જીવનનું પરિણામ આવું છે કે, યૌવન કરમાઈ જવાનું ! કામદેવ અને વિષયના પરિણામ ભયંકર