________________
૩૪૨
દીક્ષાની ચૈગ્યતાના ગુણા જોઈએ.” આચાય મહારાજે શિખીકુમારને થાડાક દિવસનું રેકાણુ આ માટે કહ્યું.
એના ઉત્તરમાં શિખીકુમાર કહે છે, “ભગવન્ ! મારે એવા આગ્રહ નથી કે આજને આજ મને ચારિત્ર આપી દ્યો. આટલુ આપ કહેા છે તે મારા પર મહાન અનુગ્રહ છે. આપ કહેા છે તેમ આપની પાસે રહી શાસ્ત્ર મર્યાદાના અભ્યાસ કરીશ.'’
શિખીકુમારના પિતાનું આગમનઃ—
આચાર્ય મહારાજ અને કુમાર વચ્ચે વાત ચાલી રહી છે ત્યાં શિખીકુમારના ઘરે, એના પિતા બ્રહ્મદત્તને ખબર પડી ગઈ કે શિખીકુમાર કયાંય-ચાલી ગયેલ છે. તેથી તરત જ તપાસ કરાવે છે. દિકરા તરફ જેટલા પ્રમાણમાં માતાને અણુગમા છે એના કરતાં પિતાને પુત્ર પર કેઇ ગુણે પ્રેમ છે. મત્રી જાણે છે કે પુત્ર ઘણા જ યાગ્ય છે. મંત્રીને પુત્રની જે ચેગ્યતા દેખાય છે તે ચેગ્ય જ છે કેમકે પૂર્વના એ ભવેામાં શિખીકુમારના જીવ ગુણની જબરજસ્ત આરાધના કરીને આવેલા છે. ત્યાં ચારિત્ર જીવન લઈ શકેલ નહિ. પણ ઔચિત્ય, ક્ષમા, સમતા, વિશ્વમૈત્રી, વગેરે ગુણા તથા જિનેન્દ્રદેવ અને એમના શાસન પ્રત્યે અનહદ અહુમાન અને આરધકભાવ કેળવેલ એવા કે પછી તે કેમ ? તે કે જાએ સહજભાવે ઉત્તમતા! મત્રીને ગમે તે રીતે સમાચાર મલી ગયા કે શિખીકુમાર નગરની બહાર ઉદ્યાનમાં છે. એટલે તરત જ પાતે હાથણી પર બેસી અનેક પરિવાર સાથે ત્યાં આવે છે.