________________
૧૯૯
જ. કાણુ કહે છે? ગુરુમહારાજ ! કાની આજ્ઞા છે ? દેવની !’–ખસ, ત્યાં હાથ જ જોડવાના. ચાવીસ કલાક ગુરુનિશ્રામાં જ રહેવાનું છે, ત્યાં વાર વાર વિનયના આચાર પાળવાને, મનમાં જો એમ છે કે અહા! કેવા ઉપ કારી ગુરુ!' તો સહેજે વિનય થવાના. નહિતર તે વારવાર અવગણના, આશાતના કરતા થાય, લેવાને બદલે દેવાના થઈ જાય ! વિનયગુણના અભાવમાં ઉદ્ધતા ઈના વર્તાવ થાય. મર્યાદા બહારના વર્તાવ થાય. પછી ચારિત્રના વેશ હૈાવા છતાં, કર્માંના ક્ષય કરવાને બદલે કર્માંનાં મહાબંધન સ્વીકારે. વિનયભંગના માટા ગુના છે. માટે વિનય ખાસ જરૂરી છે, જેમ જેમ વિનયમાં વધતા જશે તેમ તેમ ઉત્તરાત્તર આત્મા ગુણવૃદ્ધિ કરશે, તેમજ આત્મહિતના પદાર્થોં ગુરુ પાસેથી મેળવતા જશે; ને જગતને આપતા જશે.
(૧૧) અગીયારમેા ગુણ-‘રાજા, પ્રધાન ને નગરજનાને માન્ય હોય.' અહીં પ્રશ્ન થાય કે આ ગુણની શી જરૂર પડી ? કોઈને રાજા ન માનતા હાય, રાજા આગળ એની ગણના ન હેાય, તો ચારિત્રમાં શુ વાંધા આવવાને ? ઉત્તર એ છે કે ના, જે આત્મા રાજા, અમાત્ય મૈં નગરજનાને માન્ય હશે તેનામાં સારી કાંઈક વિશેષતા સારી હશે એવા આત્મા ચારિત્ર લેશે તે તેને દીપાવશે. પર'તુ જો તેના તરફ્ રાજા-મ`ત્રી કે નગરજનો વિરોધી હશે તે ચારિત્ર લીધા પછી કદાચ ધનિદામાં નિમિત્ત