________________
૨૯૪
શાને અવાજ થયો?”—એવી એવી અનેક જિજ્ઞાસાઓમાં એ આમ તેમ ડાફળીયા માર્યા કરવાને મનમાં કઈ ચંચળ વિચારે કર્યા કરવાને. પછી ત્યાં સારા વાંચનશ્રવણમાં એકાગ્ર મન ક્યાંથી રાખી શકે? સાધુ બન્યા પછી તે એને માત્ર દર્શન-જ્ઞાન-ચારિત્રની અખંડ ઉપાસનામાં એકાગ્ર ચિત્તવાળા બની જવાનું છે, પણ આતુરતા શું કરે છે? મનુષ્ય જીવનમાં કમાઈ શકાય તેવી ઉંચી તત્વજ્ઞાનની સમૃદ્ધિ, વૈરાગ્યની ભાવનાઓ વગેરેને ગુમાવરાવી દે છે. વ્યાખ્યાનમાં વિષય બરાબર ચાલતું હોય, પણ મન બીજે કેણ લઈ જાય છે?—“ત્યારે ઘરે શું થયું હશે? ફલાણે મને મળશે કે નહિ? આ કેણે અવાજ કર્યો?”... આ આતુરતાને ભયંકર દુર્ગુણ ચિત્ત ચંચળ કરે છે. પછી મને ભૂમિ સ્થિર નહિ હોવાથી તત્ત્વવાણીને વરસાદ ટકે નહિ, પણ ઢળી જાય, એમાં શી નવાઈ?
દીક્ષાથી આત્મા કૌતુક રહિત હોય, શાથી? એ આત્મા સંસારથી ધરાઈ ગયે હેય. તે સમજે છે કે મેં અનંતાવાર સંસારના ખેલ નિહાળ્યા. અનંતવાર જોઈ નાખ્યા. હવે જે એની ભૂખ નહિ મટે, તે કે દિ ઉંચે આવીશ? ખૂબ જોઈ લીધું બહારનું, હવે એનાથી સર્યું ! હવે તે માટે શાસ્ત્રનું ખૂબ જેવું છે, તત્વનું ચિંતન ખૂબ કરવું છે. અનુત્તર દેવનું અવધિજ્ઞાન ચૌદ રાજલકને જોઇ શકે, પણ એને આતુરતા કેટલી ? નામનિશાન નહિ! ષડ્રદ્રવ્યની વિચારણામાં જ બધે કાળ વ્યતીત થાય છે. ક્યાંય