________________
૨૭૦
મુજબ ચાલનારા હેાય. આવા સંસાર પર જુગુપ્સા કેમ ન જાગે ? તે ધનમાલમાં સારૂ શું છે ? ભાવના સ્વાથી, કૃપણ, મેલી, પાપ ભરી. સત્તા ને કાંતિ પણ અંતે ભ્રુગુ પ્સનીય બને છે.
(૭) કામવિરાગ
સાતમા ભાવના–ધમાં કામ એટલે કે ઈચ્છાએ અથવા વિષયવાસના પ્રત્યે બૈરાગ્યની લાગણી આવે. બૈરાગ્યની ભાવનામાં ચિંતન હતું, આમાં બૈરાગ્યની ખરેખર વૃત્તિ છે, હાર્દિક વિરાગમય વલણ છે. સંસારજીગુપ્સામાં ‘સ’સારથી અનેકાનેક ભાવા લેવાના છે. કુટુબ પરિવાર, ખાનપાન શાતાઅશાતા, યશ-અપયશ, ધનમાલ વગેરે અનેક અંગે પર જુગુપ્સા. આમાં ‘કામ’ શબ્દથી ઇચ્છાઓ, વિષયવાસના-વેઢાઢય લેવાના. જેમ પાંચે ઇન્દ્રિયના રૂપ-રસાદ પ્રત્યેની વાસના આવે; પણ વિશેષે કરીને જાતીયતાની સંજ્ઞા ગણાય છે. ત્યારે ઇચ્છાએમાં જગતની અનેકાનેક પ્રકારની કામના તૃષ્ણા આવે. એ બધા પ્રત્યે વૈરાગ્યનું વલણ જોઈએ. જીવ અદરખાને અકળાયા કરે કે આ વેઠે કચાં વળગી ? રૂપરસાદિ વિષયા, અબ્રહ્મ, કે ઇચ્છા બધું જ ખતરનાક છે, આત્મવિનાશ કરનારું છે, સ'સારભ્રમક છે; ખરેખર જોતાં ફૂડ' અને કદ્રપુ છે! આત્માના જ્ઞાનાદિ નિ`ળ ગુણા આગળ કાંઇ જ વિસાતમાં નથી. આત્માની સહજ સ્વાધીન ઉચ્ચ પરિણતિને એ બધું અવરોધનારૂ છે. એટલા માટે એના પ્રત્યે રાગ-રુચિ નહિં, પણ જવલ'ત વિરાગ, અરુચિ,
: