________________
૨૪૯
પતાવવાના
ફ્રાણુ જપીને બેસવાનું નથી! ખાન-પાન-આરામીને જરાય અગત્ય આપ્યા વિના એને જરૂરી જેટલા જ છે. એ પતાવવાની ક્રિયા વખતે પણ લક્ષ તે પાછું દાનિ ધર્માનું રાખવાનું છે. ત્યારે બાકોના કાળે તે દાનાદ્રિની જહેમતમાં પૂછવાનું જ શું? ત્યારે તમે કદીયે વિચાર કર્યાં છે કે દાન-શીલ-તપ-ભાવ, એ ચાર ધર્મ અને તજ્ઞાની તીર્થંકર ભગવાને કહ્યા છે તે એમાં શે ગુપ્ત ભાવ છે? શુ રહસ્ય, ને શી કેાઈ ગહન વિશેષતા સમાઈ છે? વિચાર નહિ ને અવસરે અવસરે તમારા ધન પર, શરીર પર, સ્નેહીજન પર ઉંડા ઉડા વિચાર કરે છે. કેમકે એની ગરજ લાગી છે અને એની કિ ંમત સમજાઇ છે. આને વિચાર નહિ. એના અર્થ તે એજ ને કે આની ગરજ નહિ. આની કદર નહિ ? શા માટે ભૂલે છે, શા માટે ભ્રાન્ત થાઓ છે ? આવા ઉચ્ચ કોટિના માનવભવે મહાકિંમતી બુદ્ધિ શક્તિ પામીને કયુ* વિચારકા કરવા જેવું છે, એટલુ નથી સમજાતુ‘? પવિત્ર મના મદિરને દાનાદિના ગુપ્ત રહસ્ય અને વ્યાપક મહાલાભના સુવિચારથી ઝગમગાટ પ્રકાશિત કરી દેવાને બદલે દુનિયાના કચરાપટ્ટી વિચાર રૂપી ગાઢ અંધકારથી વ્યાપ્ત કાં કરી કે ? અહી દાનાદિ ધર્મના રહસ્યના વિચાર કરતાં પહેલાં દાન-ધર્માનું સ્વરૂપ જોયું તેમ શોલ-તપ-ભાવનું થાડુ સ્વરૂપ જોઈ લઈએ.