________________
૨૩૬
(૧) દાયકશુદ્ધિ :-ચારમાં પહેલી છે દાયકશુદ્ધિ, એટલે કે દાતાર અને દાનની વસ્તુ શુદ્ધ જોઈએ. અર્થાત્ દેનારે.
૧. જ્ઞાનસંપન્ન. ૨. આઠ મદસ્થાનના સેવનથી રહિત. ૩. શ્રદ્ધાથી રોમાંચિત શરીરવાળે.
૪. ન્યાયપ્રાસ, પ્રાસુક (નિર્જીવ), ને લેકમાં અવિરુદ્ધ એવા દ્રવ્યને દેનારે. પ. દેવામાં આલેક-પરલેકની આશંસા વિનાને.
૬. એક માત્ર નિર્જરોને અથી, કર્મક્ષયાભિલાષી જોઈએ.
(૧) જ્ઞાનસંપન્ન – દાતારના આ છે વિશેષણની વિશેષતા જુઓ, દાતાર જે જ્ઞાનસંપન્ન હશે તે સંયમધારી મુનિને કેવું ખપે, કેવું ન ખપે, કયાં દોષ લાગે કેવી સ્થિ તિમાં દેષ ન લાગે, વગેરે સમજી શકશે. અવસર ઓળખશે, સાધુ પાત્ર છે કે નહિ તે પણ પારખી કાઢશે, ત્યાં દાનધર્મ શુદ્ધ થાય, ત્યારે જે એ દાતાર –
(૨) મદરહિત હશે, તે દાન કરશે તેમાં બડાઈ નહિ કરે કે “અમુક જણ દે છે તે હું કેમ ન દઉં? ગર્વ નહિ કરે કે હું કે સારે દાતાર !” તેથી અન્યને પણ એવા ધર્મ પ્રત્યે આકર્ષી શકશે. અભિમાન કરનારે તે બધું ગાઈ વાળીને સરખું કરી નાખનાર બને છે. એના ગાવા પર