________________
૨૨૭
ઔષધ, તેમજ વસતિ અર્થાત્ મુકામ, અને આસન આવે. અહીં જોવાનું છે કે સુપાત્રદાન, ધર્મોપગ્રહદાન માત્ર જેટલી દાળ-ભાતનું નથી, અચિત્ત પાણીનું પણ છે. એની સાથે વસ્ત્ર અને પાત્રનું ય છે. એમજ, દવા-ઓસડનું પણ દાન કરવાનું છે. શ્રાવકની વિધિ છે કે સાધુ મહારાજને પિતાની પાસે રહેલી દાન એગ્ય વસ્તુના નામ કહી વિનંતી કરે” કૃપા કરી આમાંથી જે ખપે તેને લાભ આપી અમ સરખા રંક જીવને નિસ્તાર કરો. ઘરમાં શાસ્ત્રના પુસ્તકો રાખ્યા હોય તે તેને પણ લાભ માગી શકે. “પૂજ્ય શ્રી આ આ પુસ્તકો મારી પાસે છે. આપ વાંચવા-ભણવામાં લાભ આપશે.”
ધમૅપગ્રહ-દાનનું પાત્ર કેણુ?
આવું ધર્મોપગ્રહદાન કેને કરવું એ આચાર્ય મહારાજ બતાવે છે. અભયદાન જીવ માત્રને કરાય છે. અનુકંપાદાન દુઃખીને કરાય છે પરંતુ ધર્મોપગ્રહધર્મોપકારી દાન ધર્મનું પોષક દાન છે; તેથી તે એક્સપણે ધર્મનિષ્ઠ હોય તેવા મહાત્માઓને કરવામાં આવે છે. ગૃહસ્થ એકાંતે ધર્મનિષ્ઠ નથી લેતા. ધર્મી ગૃહસ્થ અંશે પણ હિંસાપરિગ્રહાદિ પાપમાં પડેલા હોય છે. ત્યારે પ્રતિજ્ઞાપૂર્વક સૂક્ષમ પણ અહિંસાદિ પાપને ત્યજનારા, ને સંસારના સર્વ સંબંધે ત્યજી, ગીજીવન, મુનિજીવન જીવનારા એમાં ય સ્વાધ્યાય અને ધ્યાનમાં જ અત્યંત રક્ત રહેનારા, એ એકાંતે ધર્મનિષ્ઠ હોય છે.