________________
સમૃદ્ધ નગરવાળે માર્ગ તમે લીધે, તે તે જોયા પછી રાવ અટવીમાં હું ભમતી રહું ? ના હું ય નીકળી જાઉં.” - જિનમતિની દીક્ષા –જિનમતિએ પણ અનંગદેવ ગુરુમહારાજ પાસે ચારિત્ર લીધું અને સાધ્વીના સમુદાયમાં ભળી ગઈ. શરીરની સગાઈ ભૂલી ગઈ, સવ-પરના આત્માના હિત જોયા, તે શું ખરાબ થયું? ઉલટું સારું થયું. બંને ય પવિત્ર મહાત્મા બની જગપૂજ્ય બન્યા !
સમુદ્રદત્ત શૈવેયકે -- સમુદ્રદત્ત મુનિ નિરતિચાર ચારિત્ર પાળી શૈવેયક દેવલેકમાં પચીસ સાગરેપમવાળા દેવ બન્યા ! રૈવેયકના દેવ એટલે નિર્વિકાર દેવતા ! તે અહિં સાધુજીવનમાં નિર્વિકારતાને કેટલે અભ્યાસ કર્યો હશે? કઈ વિષયની લેલુપતા નહિ, કઈ કષાયને ઉધમાત નહિ. નિર્વિકારના સુખ કેટલા ઉચા ૧ વિકારીના માનેલા સુખ કરતાં કરેડા અબજો ગુણા ! !
મંગળ નિધાને - નાકર મંગળી સમુદ્રદત્તને છરી લગાવીને ઉપડ્યો પર્વત પાસે, કે જ્યાં નિધાન દાટેલું છે. ધન કાઢયું. સાત લાખ સોનામહેરો દાટેલી બહાર કાઢી ! ચક ચક ચળકી રહેલી છે ! જોઈને આનંદનું શું પૂછવું ? લક્ષમીના લાલચુને પાછી રૂપાળી લીમી ! આ લક્ષમીના લેભમાં કરેલા ભયંકર દુષ્કૃત્યને ય અફસેસ શાને હોય? ઉપરથી નિર્દોષ સમુદ્રદત્તને ઠગ્યાને અને છરી મારી જંગલમાં રખડતે મૂક્યાને આનંદ! આવા ભયંકર કાળા હદયમાં છઠ્ઠી નરકના દાતા બંધાય એમાં નવાઈ નથી.