________________
૧૪
દર્શન થાય છે. એઓશ્રીની વિરાગ-વાણીનો જાદુ તે કઈ ઓર જ છે! આધુનિકતાના રંગે નખ-શિખ રંગાયેલા કેઈ યુવાને ઉપર વાણીને આ જાદુ, અનેખી અસર અને અજબનું આકર્ષણ પેદા કરવાનું સામર્થ્ય ધરાવે છે અને એથી જ આજેય આ વાણી કેને ભેગમાંથી ભાગવાની અને મેક્ષના જોગ માટે જાગવાની હાકલ દઈ રહી છે.
પૂ. વર્ધમાનતનિધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય. ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના પ્રવચનમાંથી સંકલિત થઈ ચૂકેલા ચેકબંધ પ્રકાશમાં આ પ્રકાશનનું સ્થાન આગવું છે. “સમરાદિત્ય કથા’ ઉપર અપાયેલા આધ્યાત્મિકપ્રવચન પરથી આ પહેલાં “ગુણસેન અગ્નિશર્મા” “સિંહ અને આનંદ’ આ બે ખંડે પ્રકાશિત થઈ ચૂક્યા છે. આ ત્રીજા ખંડમાં જાલિની અને શિખીકુમાર તરીકેના ત્રીજાભવને કથા-પ્રવાહ વહે શરૂ થાય છે. આ કથા-પ્રવાહ એવી કુશળતાથી વહાવવામાં આવ્યું છે કે, જેમ-જેમ આપણે એમાં ડૂબતા જઈએ એમ-એમ “વાત્સલ્યથી નિર્વાણ અને વેરથી નરકને પડઘો આપણું અંતરને ગુંબજે ઘૂમરાતે જાય!
એક તે સમરાદિત્ય કથા જ હૈયાને હલબલાવી મૂકે એવી છે ! એમાં વળી એના પાત્રોના મેંમાં, એક હૃદયસ્પર્શ–પ્રવચનકાર શબ્દ મૂકે પછી એની હૃદયવેધકતા તે પૂછવાનું જ શું હોય?