________________
૧૨૧
સૂઝી ગયે! મારે તમારા રૂદનની કોઈ અસર લેવાની નહિ
આવી પડેલા આકસ્મિક પ્રસંગ પર ચક્રવતીએ પ્રભુશાસનને અનુસરતી અનુપમ વિચારણા કરી, તે મહા-મહર્ષિ બની ગયા ! આત્માની ભવ્ય ઉન્નતિના સાધક બન્યા.
શાન્તીનાથ ભગવાન પહેલા ભવમાં –
પિતે રાજા છે. પિતાના બે છોકરા એક ગણિકા ખાતર અરસપરસ લડે છે. રાજાએ બંનેને સમજાવ્યા પણ સમજતાં નથી ! આ વિચિત્ર પ્રસંગ ઉભું થયું કે, પિતાના દિકરા પિતાનું કહ્યું માનતા નથી ! એના પર એમણે શું વિચારણા કરી ?
આવું જીવતર શા કામનું ? જ્યાં આગળ આપણા પિતાના ગણાતા પુત્રો, તે આપણા વાર્યા છતાં અટકે નહિ, ને આપણા કુળને કલંક આપનારી ક્રિયા કરે ? અરે, અમારે એવું જેવાને દિવસ જ શા માટે જોઈએ? માટે આપઘાત કરૂં !” અહિં પ્રશ્ન થશે કે,
પ્ર- આપઘાત કરવે જોઈએ ?
ઉ૦- ત્યારે શું ચલાવી લેવું જોઈએ કે તે સંસારમાં બધું ચાલે ? ના, ખરો રસ્તે તે એ છે કે બહું એવું લાગે તે સંસાર છોડી દે. પણ આ રાજા એટલી કક્ષાએ પહોંચ્યા નથી, છતાં પણ એને એટલું તે ચેકસ લાગ્યું કે “કુળ કલંકિત થાય, તે જીવતા જીવે જોયા કરવું એના