________________
૧૧૨
ત્યારે એ આરંભાદિમાં અસંખ્ય ત્ર-સ્થાવર જીને સંહાર થાય છે એ એની ખુવારી. આમ આ નિધાનથી પાછળ સમુદ્રદત્ત બે રીતના જીવોની ખુવારી જુએ છે. રેમરોમમાં કેટલી દયા વસી ગયાથી આ દષ્ટિ, ને આ લાગણી ઉદ્દભવે ત્યારે જુઓ કે એની જૈન ચક્ષુ કેવી! ચકમકતા નાણમાં અધિકરણ દેખે છે !! માણસને શોખ થાય છે કે “બંગલા વધારૂં, બગીચા વધારું, ફરનીચર રાચરચીલું વધારું શું છે આ બધું? અધિકરણ! એ જીવને રોજના કેઈ રાગદ્વેષાદિ અનર્થદંડને અધિકાર આપે! એના કુટુંબને ય આપે ! એ નિમિત્તે સૂકમ જીને તને અધિકાર આપે. જૈન શાસન પામીને આત્મદષ્ટિ જાગ્યા પછી વસ્તુથી વૈષયિક આનંદ ઉભે તે જોવાને બદલે આવા રાગ-દ્વેષકલેશ-સંહાર વગેરેના ખતરનાક અધિકાર કેવા ઉભા થાય છે તે જોવાનું હોય છે. તે આજના જમાનાના વિજ્ઞાને ઉભા કરેલા શેખ-સગવડના સાધનોમાં લપટાઈ એને પરિ. ગ્રહ વધારવાને બદલે એને “અધિકરણ સમજી શક્ય એટલી જરૂરીયાત ઘટાડવાપૂર્વક એ અધિકરણને આઘા જ રાખવા જેવા છે. જેટલા પ્રમાણમાં એનાથી બચ્યા એટલા પ્રમાણમાં જીવને માથે ચિંતા અને પાપના ભાર ઓછા ચઢવાના. કેઈની પાસે સારી ચીજ દેખીને એ આપણી પાસે નથી. એને જરાય ઓરતે ન કરતાં ખૂશી માનવા જેવી છે કે આપણી પાસે એટલો અધિકરણ અને પાપને ભાર ઓ છે. વીતરાગ પ્રભુનો માર્ગ પામ્યાની આ સુવાસ છે. આત્માની સાચી જાગૃતિ છે.