________________
વિનાશક ક્રોધ છે તે ધર્મબીજને સર્વમુખી-વિકાસ ક્ષમાને આભારી છે.
ચાર કષાય-સ્વરૂપ પાપનું પહેલું પગથિયું ક્રોધ , તે દસ પ્રકારના સંયમ-ધર્મ સ્વરૂપ પુણ્યનો પ્રારંભ ક્ષમાથી થાય છે.
કષાયો કાબુમાં રહે, એ માટે આપણી આસપાસ કિલ્લેબંધી ઉભી કરવાના કિમીયા, આપણા માટે શાસ્ત્રકારેએ દર્શાવ્યા છે. દેવસી, રાઈ, પખી, માસી અને સંવછરી-પ્રતિકમણું–આ પાંચ કિલ્લાઓ વચ્ચે આપણે રહીએ તેય આપણું સંરક્ષણ થઈ જાય !
વેરના વાવંટોળ વચ્ચેય માનસિક-સમતુલા બરાબર જાળવી રાખે–એ વિભૂતિ તે ધન્ય છે. પણ, અનાદિની અવળી-ચાલે ચાલવા ટેવાયેલા સામાન્ય સંસારી માટે, ક્રોધની ક્ષણમાં જીભને અને જિગરને સમતલ રાખવા અઘરાં છે, અશક્ય તે નથી જ ! ક્રોધને જિતવાને બદલે જે ક્રોધથી જિતાઈ જાય, એના માટે આ કિલ્લેબંધીની અનિવાર્ય આવશ્યકતા છે. અને તે ક્રોધની ફાણમાં જ “ મિચ્છામિ દુક્કડ'નું કવચ પહેરી લઈને કિલામાં સુરક્ષિત થઈ જવું જોઈએ. નહિ તે સાંજ-સવારના પ્રતિક્રમણ દ્વારા ક્રોધને કાબુમાં લેવું જોઈએ. એય ન બની શકે તે પછી પાફિક-પ્રતિકમણ દ્વારા શુદ્ધ બનવું જોઈએ. પખવાડિયે પણ જે શુદ્ધ ન થયે, એણે ચોમાસી-પ્રતિ