________________ કિટ્ટિકરણોદ્ધા - ભાગ જેટલુ હતુ તેમાં કંઈક ન્યૂન - ભાગ દલિક મળતા કુલ કંઈક ન્યૂન - ભાગ જેટલુ થયુ. આમ અપૂર્વસ્પર્ધકો અને પૂર્વસ્પર્ધકો મળી સંજવલન ક્રોધનું કુલ દલિક કંઈક ન્યૂન - ભાગ જેટલુ થયુ, સંજવલન લોભનું દલિક કંઈક અધિક - ભાગ જેટલુ થયુ, સંજવલન માયાનું દલિક કંઇક ન્યૂનભાગ જેટલુ થયુ છે અને સંજવલન માનનું દલિક કંઈક ન્યૂન - ભાગ જેટલુ થયુ. સંજવલન માન કરતા સંજવલન માયાનું દલિક વિશેષાધિક છે. આમ હોવાથી ઉપર જણાવેલ અલ્પબદુત્વ બરાબર છે. સંજવલન ક્રોધ વગેરેના ઉપરોક્ત સત્તાગત દલિકોમાંથી અસંખ્યાતમા ભાગના દલિકો લઈ તેની પ્રથમસમયે કિટ્ટિ કરે છે. ક્ષપણાસારમાં કહ્યું છે - कोहादीणं सगसगपुव्वापुव्वगयफड्डयेहितो / ओकड्डिदूण दव्वं ताणं किट्टी करोदि कमे // 492 // ओक्कट्टिददव्वस्स य पल्लासंखेज्जभागबहुभागो। बादरकिट्टिणिबद्धो फड्डयगे सेसइगिभागो // 493 // સંજવલન ક્રોધ વગેરે ચારના પૂર્વસ્પર્ધકો અને અપૂર્વસ્પર્ધકોમાં રહેલ સર્વદ્રવ્યને અપકર્ષણ ભાગહારથી ભાગી એક ભાગ જેટલુ દ્રવ્ય ગ્રહણ કરે છે. તે અપકૃષ્ટદ્રવ્યના પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા ભાગ પાડી તેમાંથી બહુભાગ પ્રમાણ દ્રવ્યમાંથી કિઠ્ઠિઓ કરે છે અને શેષ એક ભાગના દલિકોનો પૂર્વસ્પર્ધકો અને અપૂર્વસ્પર્ધકોમાં નિક્ષેપ કરે છે. કિઠ્ઠિઓનું પ્રમાણ-પ્રતિસમય એક સ્પર્ધકની વર્ગણાના અનંતમા ભાગ જેટલી કિક્રિઓ કરે છે. ક્રોધાદિ દરેકની આમ તો અનંત કિઠ્ઠિઓ કરે છે, પરંતુ તેના સ્થૂલભેદ પાડતા દરેકની ત્રણ ત્રણ કિઠ્ઠિઓ કરે છે. એટલે અનંત કિઠ્ઠિઓના સંગ્રહરૂપ એક એક કિટ્ટિ જાણવી. સંજવલન ક્રોધની પ્રથમકિટ્ટિ, બીજી કિટ્ટિ અને ત્રીજી કિટ્ટિ - આમ ત્રણ કિઠ્ઠિઓ, તે જ રીતે સંજવલન માનની ત્રણ કિટ્ટિ, સંજવલન માયાની ત્રણ કિટ્ટિ અને સંજવલન લોભની ત્રણ કિટ્ટિ - એમ કુલ બાર કિઢિઓ થઈ. અહીં બારમાંની પ્રત્યેકમાં અવાંતર કિઠ્ઠિઓ અનંત હોય છે. અનંત કિઠ્ઠિઓના સંગ્રહરૂપ હોવાથી આ બાર કિઠ્ઠિઓને સંગ્રહકિઠ્ઠિઓ કહેવાય છે. અવાંતર કિઠ્ઠિઓની સંખ્યાનું નિરૂપણ - સ્થૂલદષ્ટિએ સંજવલન ક્રોધાદિની રસભેદે ત્રણ ત્રણ કિઠ્ઠિઓ થતી હોવાથી કુલ બાર સંગ્રહકિઠ્ઠિઓ થઈ. દરેક સંગ્રહકિષ્ટિમાં અવાંતર અનંત કિટિઓ છે. તેનું અલ્પબદુત્વ આ પ્રમાણે છે - સંજવલન માનની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં અવાંતર કિઠ્ઠિઓ અલ્પ છે. તેના કરતા સંજવલન માનની બીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. તેના કરતા સંજવલન માનની ત્રીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. તેના કરતા સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. 1. અહીં વિશેષાધિક એટલે પૂર્વની અવાંતર કિઢિઓની સંખ્યાને પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી ભાગી એક ભાગ પ્રમાણ અધિક જાણવુ.