________________ પપ અશ્વકર્ણકરણોદ્ધા વર્ગણામાં રસાણ પરસ્પર તુલ્ય છે, પરંતુ પ્રથમ અપૂર્વસ્પર્ધકની પ્રથમ વર્ગણામાં રસાણ તુલ્ય નથી. સંજવલન લોભના પ્રથમસમયકૃત પ્રથમ અપૂર્વસ્પર્ધકની પ્રથમ વર્ગણામાં રસાણ અલ્પ છે. તેના કરતા સંજ્વલન માયાના પ્રથમસમયકૃત પ્રથમ અપૂર્વસ્પર્ધકની પ્રથમ વર્ગણામાં રસાણુ વિશેષાધિક છે. તેના કરતા સંજ્વલન માનના પ્રથમસમયકૃત પ્રથમ અપૂર્વસ્પર્ધકની પ્રથમ વર્ગણામાં રસાણ વિશેષાધિક છે. તેના કરતા સંજવલન ક્રોધના પ્રથમસમયકૃત પ્રથમ અપૂર્વસ્પર્ધકની પ્રથમ વર્ગણામાં રસાણુ વિશેષાધિક છે. આનું કારણ આ પ્રમાણે છે- પ્રથમ રસસ્પર્ધકની પ્રથમ વર્ગણાના રસાણની અપેક્ષાએ જેટલામુ રસસ્પર્ધક હોય તેની પ્રથમવર્ગણામાં તેટલા ગુણા રસાણુ હોય છે. તેથી ચરમ રસસ્પર્ધકની પ્રથમ વર્ગણાના રસાણ કરતા પ્રથમ રસસ્પર્ધકની પ્રથમ વર્ગણામાં રસાણ જેટલા સ્પર્ધક હોય તેટલામા ભાગના હોય. અહીં સંજવલન ક્રોધ વગેરેના સ્પર્ધકોની સંખ્યા ક્રમશઃ વિશેષાધિકના ક્રમે છે. વળી ચરમ સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં રસાણ તુલ્ય છે. તેથી પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં રસાણ ઉપર કહેલા ક્રમ પ્રમાણે છે. સંજવલન ક્રોધ વગેરેના પહેલા સ્પર્ધકની પ્રથમ વર્ગણાના રસાણનો ક્રમ ઉત્તરોત્તર વિશેષહીન છે. તે જ રીતે સંજવલન ક્રોધ વગેરેના દરેક સ્પર્ધક પૂર્ણ થયા પછી બે સ્પર્ધક વચ્ચે જે અંતર છે તે પણ ચારે કષાયમાં સમાન નહીં પણ વિષમ (વિશેષહીનના ક્રમે) છે, કેમકે પ્રત્યેક સ્પર્ધકની વર્ગણાઓની સંખ્યા સમાન છે. નીચેના અસત્કલ્પનાના ઉદાહરણથી આ વસ્તુ બરાબર સમજી શકાશે - | સં.ક્રોધ | સં.માન સં.માયા, સં.લોભ અંતિમ અપૂર્વ સ્પર્ધકની પ્રથમવર્ગણામાં રસાણા 4,200 4, 2004, 2004, 200 અપૂર્વસ્પર્ધકોનું પ્રમાણ 25 | 30 | 35 | 40 પ્રથમ અપૂર્વ સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં રસાણ | 168 | 140 | 120 | 105 420) 30 420) 35 42OO અહીં સંજવલન ક્રોધ વગેરે ચારેના ચરમ સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં 4,200 રસાણ હોવાથી તુલ્ય છે. સ્પર્ધકોનું પ્રમાણ 25,30,35,40 એમ વિશેષાધિકના ક્રમે છે. સંજવલન ક્રોધના પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં 1 = 128 રસાણ છે. સંજ્વલન માનના પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં 12 = 25 ૧૪૦રસાણ છે. સંજવલન માયાના પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં = ૧૨૦રસાણ છે. સંજવલન લોભના પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં = 105 રસાણ છે. આમ ચારે કષાયના પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં ક્રમશઃ 168, 140, 120, 105 એમ વિશેષહીનના ક્રમે રસાણ છે. પ્રશ્ન - જેમ સંજ્વલન ક્રોધ વગેરે ચારે કષાયોના ચરમ સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં સમાન રસાણ છે, તેમ વચ્ચેના કોઈપણ સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં સમાન રસાણ હોય કે નહીં? જવાબ - સમાન સંખ્યાના સ્પર્ધકોની પ્રથમ વર્ગણાના રસાણ તુલ્ય ન હોય, વિષમ સંખ્યાના સ્પર્ધકોની પ્રથમ વર્ગણાના રસાણ તુલ્ય હોઈ શકે. આ વાત અસત્કલ્પનાના ઉપરના ઉદાહરણથી સમજી શકાશે - 4O