________________ 54 અશ્વકર્ણકરણોદ્ધા અસંખ્યગુણહીન દલિક નાંખે. ત્યારપછી પૂર્વસ્પર્ધકની ચરમવર્ગણા સુધી ઉત્તરોત્તર વર્ગણામાં પૂર્વ-પૂર્વ વર્ગણા કરતા વિશેષહીન-વિશેષહીન દલિક નાંખે. બીજા સમયે દેશ્યમાન દલિક બીજા સમયે બીજા સમયના અપૂર્વસ્પર્ધકની પ્રથમ વર્ગણાથી પૂર્વસ્પર્ધકની ચરમવર્ગણા સુધી ઉત્તરોત્તર વર્ગણામાં પૂર્વ-પૂર્વ વર્ગણા કરતા વિશેષહીન-વિશેષહીન દલિક હોય છે. આ રીતે અશ્વકર્ણકરણોદ્ધાના ચરમસમય સુધીના ત્રીજા વગેરે સર્વ સમયોમાં દીયમાન દલિતો અને દશ્યમાન દલિતોની પ્રરૂપણા સમજવી. દ્વિગુણહાનિગત સ્પર્ધકો પ્રથમ સમયે થતા અપૂર્વસ્પર્ધકોનું પ્રમાણ = * ઉત્કર્ષણ-અપકર્ષણ ભાગહાર x અસંખ્ય બીજા સમયે પ્રથમ સમયના અપૂર્વસ્પર્ધકો કરતા અસંખ્ય ગુણહીન અપૂર્વસ્પર્ધકો થાય છે. ત્રીજા સમયે બીજા સમયના અપૂર્વસ્પર્ધકો કરતા અસંખ્યગુણહીન અપૂર્વસ્પર્ધકો થાય છે. એમ અશ્વકકરણોદ્ધાના ચરમસમય સુધી ઉત્તરોત્તર સમયે પૂર્વ પૂર્વ સમય કરતા અસંખ્ય ગુણહીન અપૂર્વસ્પર્ધકો થાય છે. પ્રથમ પૂર્વસ્પર્ધકની પ્રથમ વર્ગણાના પરમાણુ કરતા જે વર્ગણામાં અડધા પરમાણુ હોય તેને એક દ્વિગુણહાનિ કહેવાય. એક દ્વિગુણહાનિમાં રહેલા સ્પર્ધકો એટલે એક દ્વિગુણહાનિગત સ્પર્ધકો. અશ્વકર્ણકરણાદ્ધાના પલ્યોપમ પ્રથમ સમયે સત્તાગત દલિકોને જે થી ભાગીને જીવ ઉશ્કેરે છે તે ઉત્કર્ષણ - અપકર્ષણ ભાગહાર અસંખ્ય કહેવાય. પ્રથમસમયે થતા અપૂર્વસ્પર્ધકોનું પ્રમાણ જાણવા દ્વિગુણહાનિગતસ્પર્ધકોને જે (ઉત્કર્ષણ-અપકર્ષણ ભાગહાર x અસંખ્ય) થી ભાગવામાં આવે છે તે (ઉત્કર્ષણ-અપકર્ષણ ભાગહાર x અસંખ્ય રૂ૫) ભાગહાર (પલ્યોપમ ). પલ્યોપમના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગ જેટલો હોય છે. ઉત્કર્ષણ-અપકર્ષણ ભાગહાર = અલ્પ દ્વિગુણહાનિગત સ્પર્ધકો * અપૂર્વસ્પર્ધકો = અસંખ્યગુણ તેના કરતા/પલ્યોપમ = અસંખ્યગુણ પ્રથમ સમય કૃત અપૂર્વસ્પર્ધકોનું અલ્પબદુત્વ - પ્રથમસમયે સંજવલન ક્રોધના અપૂર્વસ્પર્ધકો અલ્પ છે. પ્રથમસમયે સંજવલન માનના અપૂર્વસ્પર્ધકો વિશેષાધિક (અનંતમો ભાગ અધિક) છે. પ્રથમસમયે સંજવલન માયાના અપૂર્વસ્પર્ધકો વિશેષાધિક (અનંતમો ભાગ અધિક) છે. પ્રથમસમયે સંજવલન લોભના અપૂર્વસ્પર્ધકો વિશેષાધિક (અનંતમો ભાગ અધિક) છે. પ્રથમસમય કૃત સંજવલન ક્રોધ વગેરે ચારે કષાયોના અપૂર્વસ્પર્ધકોમાંના ચરમ અપૂર્વસ્પર્ધકની પ્રથમ તેના કરતા અપૂર્વસ્પર્ધકો