________________ પરમ પૂજ્ય સિદ્ધાંતમહોદધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા એટલી મહાવિના સંત ભ૨તમાં, અમદાવાદ ઉસ્માનપુરા મધ્યે શ્રીસંભવનાથ આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા સં. 2022 ના મહા મહિનામાં નક્કી થયેલ. આ પ્રસંગે જૈન શાસનના બે મોટા સમુદાયના મોભીઓની પાવન નિશ્રા ઉસ્માનપુરા સંઘને પ્રબળ પુણ્યોદયે મળેલ. (1) શાસનસમ્રાટુ પૂજ્યપાદ નેમિસૂરીશ્વરજી મ.ના સમુદાયના ન્યાયતીર્થ આચાર્યદેવ શ્રીમદ્વિજય ઉદયસૂરીશ્વરજી મહારાજા. | (2) સકલારામરહસ્યવેદી આચાર્યદેવ શ્રીમદ્વિજય દાનસૂરીશ્વરજી મહારાજાના ગચ્છના અધિપતિ સિદ્ધાંતમહોદધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા.. સંયમનિષ્ઠ બંને મહાપુરુષો પરસ્પર અત્યંત બહુમાનને ધારણ કરતા હતા... પારસમલ ભણશાલી (પાલી) ના શબ્દોમાં - ઉસ્માનપુરા પ્રતિષ્ઠા વખતે હું ત્યાં ગયો હતો. પ્રથમ પૂજ્યપાદ સિદ્ધાંતમહોદધિ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય દેવસૂરીશ્વરજી જsec૪:૩૪ જે જુદે ૮ન્દી દરી ટી ”ટક 52) ઋસે છે તે»» કો) શ્રી તત્ત્વચર્ચાના અંતે સંયમમૂર્તિ પૂજ્યશ્રીને મેં પૂછ્યું કે, “આપની ગેરહાજરીમાં અમારે કંઈ જાણવા, પૂછવા, શંકાદિ નિવારણ અર્થે કોનો સંપર્ક કરવાનો ?" . પૂજ્યપાદશ્રીએ કહ્યું, “જો સામે “ગુરુગૌતમ” બેઠા છે.” પૂજ્યશ્રીને ખ્યાલ હતો નેમિસૂરિ મ.ની સેવામાં પૂ. ઉદયસૂરિ મ. ગૌતમસ્વામી જેવા હતા. હું તો પૂજ્યશ્રીમાં અન્ય સમુદાયના આચાર્ય પ્રત્યેનું બહુમાન જોઈ આશ્ચર્ય પામ્યો. થોડીવાર પછી પૂજય ઉદયસૂરીશ્વરજી મ. પાસે હું ગયો. વંદના કરી સુખશાતા પૂછી. થોડોક પૂજ્યશ્રીનો ઉપદેશ સાંભળી ઉઠતી વખતે મેં પૂછ્યું, “આપની પાછળ અમારે કોની પાસે આવો ઉપદેશ સાંભળવાનો ?' પૂજ્યપાદશ્રીએ કહ્યું, “જો સામે “મહાવિદેહક્ષેત્રના સંત મહાત્મા” બેઠા છે, એમની સાધના મહાવિદેહના મુનિઓ જેવી છે.” પૂજ્યશ્રીને પ્રેમસૂરીશ્વરજી મ.ની ઉત્કટ સંયમચર્યાનો ખ્યાલ હતો... બંને પૂજયોના પરસ્પરના આ અત્યંત સ્નેહ-બહુમાન-આદર જોઈ મારું મસ્તક બંનેના ચરણોમાં ઝુકી પડ્યું.” પારસમલ ભણશાલી જેવા પીઢ શ્રાવકના ઉક્ત વચનોને જાણ્યા પછી તથા પૂજ્યપાદ પંન્યાસજી ચંદ્રશેખર વિજયજી મહારાજે પણ પોતાના પુસ્તકમાં મહાવિદેહના બદલે અત્રે ભુલા પડેલા સંત તરીકે પૂજયશ્રીને જણાવેલ છે તે વાંચીને તથા સોળ વર્ષના પૂજયશ્રીના નિકટના સાંનિધ્યના કારણે તેમના જીવનને માણ્યા પછી મને પણ આ બંને પૂજ્યોની વાત યથાર્થ લાગી છે કે પૂજયશ્રી એટલે “મહાવિદેહના સંત ભારતમાં”. - આચાર્ય હેમચન્દ્રસૂરિ...