________________ 50 અશ્વકર્ણકરણોદ્ધા રસાણ પરસ્પર તુલ્ય છે. આ 20 પ્રકૃતિઓના રસસ્પર્ધકોની શરુઆત જઘન્ય સર્વધાતી રસસ્પર્ધકથી જ થાય છે. જઘન્ય સર્વઘાતી રસસ્પર્ધકથી બે ઠાણીયા રસસ્પર્ધકોના અનંતમા ભાગ સુધીના રસસ્પર્ધકો જ મિશ્રમોહનીયમાં હોય છે. તે છેલ્લું રસસ્પર્ધક તે મિશ્રમોહનીયનું ઉત્કૃષ્ટ સર્વઘાતી રસસ્પર્ધક છે. ત્યારપછીના સર્વઘાતી રસસ્પર્ધકો મિશ્રમોહનીયમાં નથી હોતા. મિશ્રમોહનીયના રસસ્પર્ધકો પૂર્ણ થાય ત્યાર પછી મિથ્યાત્વ મોહનયીના રસસ્પર્ધકો શરુ થાય છે. એટલે મિશ્રમોહનીયના ઉત્કૃષ્ટ સર્વઘાતી રસસ્પર્ધક પછીનું રસસ્પર્ધક એ મિથ્યાત્વમોહનીયનું જઘન્ય સર્વઘાતી રસસ્પર્ધક છે. ત્યારપછીના ઉત્કૃષ્ટ સર્વઘાતી રસસ્પર્ધક સુધીના શેષ બે ઠાણીયા રસવાળા રસસ્પર્ધકો, ત્રણ ઠાણીયા રસવાળા બધા રસસ્પર્ધકો અને ચાર ઠાણીયા રસવાળા બધા રસસ્પર્ધકો મિથ્યાત્વમોહનીયમાં હોય છે. છેલ્લું રસસ્પર્ધક તે મિથ્યાત્વમોહનીયનું ઉત્કૃષ્ટ સર્વઘાતી રસસ્પર્ધક છે. શેષ 19 પ્રકૃતિઓમાં જઘન્ય સર્વઘાતી રસસ્પર્ધક પછીના ઉત્કૃષ્ટ સર્વઘાતી રસસ્પર્ધક સુધીના શેષ બે ઠાણીયા રસવાળા રસસ્પર્ધકો, ત્રણ ઠાણીયા રસવાળા બધા રસસ્પર્ધકો અને ચાર ઠાણીયા રસવાળા બધા રસસ્પર્ધકો હોય છે. છેલ્લે રસસ્પર્ધક તે ઉત્કૃષ્ટ સર્વઘાતી રસસ્પર્ધક છે. સ્થાપના - મિશ્રમોહનીચના રસસ્પર્ધકો - બે ઠાણીયા રસવાળા રસસ્પર્ધકો OOO अब સર્વઘાતી રસસ્પર્ધકો * = જઘન્ય સર્વઘાતી રસસ્પર્ધક વ = ઉત્કૃષ્ટ સર્વઘાતી રસસ્પર્ધક મિથ્યાત્વમોહનીચના રસસ્પર્ધકો - બે ઠાણીયા રસવાળા ત્રણ ઠાણીયા રસવાળા - રસસ્પર્ધકો રસસ્પર્ધકો OOOOOO 000000000000 - ચાર ઠાણીયા રસવાળા રસસ્પર્ધકો 000000000000 સર્વઘાતી રસસ્પર્ધકો અ = જઘન્ય સર્વઘાતી રસસ્પર્ધક વૈ= ઉત્કૃષ્ટ સર્વઘાતી રસસ્પર્ધક