________________ 4 અશ્વકકરણોદ્ધા વિવક્ષિત રસસ્પર્ધકની પ્રથમ વર્ગણાના રસાણ = - પૂર્વેના રસસ્પર્ધકની પ્રથમ વર્ગણાના રસાણ પૂર્વના રસસ્પર્ધકની પ્રથમ વર્ગણાના રસાણ + ? સ્પર્ધકની સંખ્યા આ જ રીતે જઘન્ય પરિત્ત અનંતમાં રસસ્પર્ધકની પ્રથમ વર્ગણાના રસાણ તેની પૂર્વેના રસસ્પર્ધકની પ્રથમ વર્ગણાના રસાણ કરતા તે પૂર્વેના રસસ્પર્ધકની પ્રથમવર્ગણાના રસાણના ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાતમાં ભાગ જેટલા અધિક છે. સૂક્ષ્મ ગણિતથી વર્ગણાઓમાં રસાણુની વિચારણા - ઉપર જે વિચારણા કરી છે તે સ્થૂલદષ્ટિએ કરી છે. સૂક્ષ્મદ્રષ્ટિથી આ વિચારણા આમ થઈ શકે - પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણાના પ્રત્યેક પરમાણુના રસાણ કરતા બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણાના પ્રત્યેક પરમાણુના રસાણ દ્વિગુણ છે. તેથી પ્રથમસ્પર્ધકની પ્રથમ વર્ગણાના કોઈપણ પરમાણુના રસાણ કરતા બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણાના કોઈપણ પરમાણુમાં રસાણ દ્વિગુણ છે. પરંતુ પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણાના બધા પરમાણુના ભેગા કરેલ બધા રસાણ કરતા બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણાના બધા પરમાણુના ભેગા કરેલા બધા રસાણ દ્વિગુણ નથી પરંતુ કંઈક હીન છે, કેમકે પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણાના બધા પરમાણુ કરતા બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં બધા પરમાણુ ઓછા છે. આમ ઉત્તરોત્તર સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં પરમાણુઓ ઓછા થતા હોવાથી પ્રથમ રસસ્પર્ધકની પ્રથમ વર્ગણાના બધા પરમાણુના ભેગા થયેલા બધા રસાણ કરતા બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણાના બધા પરમાણુના ભેગા થયેલા બધા રસાણ દ્વિગુણથી કંઈક ન્યૂન છે, ત્રીજા રસસ્પર્ધકની પ્રથમ વર્ગણાના બધા પરમાણુના ભેગા થયેલા બધા રસાણ ત્રણગુણથી કંઈક ન્યૂન છે, ચોથા રસસ્પર્ધકની પ્રથમ વર્ગણાના બધા પરમાણુના ભેગા થયેલા બધા રસાણ ચારગુણથી કંઈક ન્યૂન છે. એમ આગળ પણ જાણવું. આ ન્યૂનપણું કેટલું છે? તે વિચારીએ. પ્રથમ રસસ્પર્ધકની પ્રથમ વર્ગણા કરતા બીજી વર્ગણામાં વિશેષહીન પરમાણુ છે, તેના કરતા ત્રીજી વર્ગણામાં વિશેષહીન પરમાણુ છે. એમ યાવતુ પ્રથમ રસસ્પર્ધકની પ્રથમ વર્ગણા કરતા બીજા રસસ્પર્ધકની પ્રથમ વર્ગણામાં એક રસસ્પર્ધકની બધી વર્ગણાઓમાં કુલ કેટલા પરમાણુ ઓછા થાય તેટલા પરમાણુ ઓછા છે, એટલે કે એક સ્પર્ધકની વર્ગણાને એક ચયથી ગુણતા જે આવે તેટલા પરમાણુ ઓછા છે. પ્રથમ રસસ્પર્ધકની પ્રથમ વર્ગણા કરતા ત્રીજા રસસ્પર્ધકની પ્રથમ વર્ગણામાં બે (પહેલા અને બીજા) રસસ્પર્ધકની વર્ગણાઓમાં કુલ જેટલા પરમાણુ ઓછા થાય તેટલા પરમાણુ ઓછા છે. તેથી પ્રથમ રસસ્પર્ધકની પ્રથમ વર્ગણાના બધા પરમાણુના ભેગા થયેલા બધા રસાણ કરતા બીજા રસસ્પર્ધકની પ્રથમ વર્ગણાના બધા પરમાણુના ભેગા થયેલા બધા રસાણ દ્વિગુણથી એક રસસ્પર્ધકમાં જેટલા પરમાણુ ઓછા થાય તેને દ્વિગુણ પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણાના પ્રત્યેક પરમાણુના રસાણુની સંખ્યાથી ગુણતા જે આવે તેટલા ઓછા છે.