________________ અશ્વકર્ણકરણોદ્ધા ત્રીજી વર્ગણામાં બીજી વર્ગણા કરતા 1 રસાણ અધિક છે. ચોથી વર્ગણામાં ત્રીજી વર્ગણા કરતા 1 રસાણ અધિક છે. એમ પ્રથમ સ્પર્ધકની જેમ બીજા સ્પર્ધકમાં પણ જાણવું. એ પ્રમાણે એક જ સ્પર્ધકની પછી પછીની વર્ગણામાં પૂર્વ પૂર્વની વર્ગણા કરતા 1-1 રસાણ અધિક છે. પૂર્વના સ્પર્ધકની અંતિમ વર્ગણા કરતા પછીના સ્પર્ધકની પહેલી વર્ગણામાં રસાણ સર્વ જીવો કરતા અનંતગુણ અધિક છે. આ પ્રમાણે છેલ્લા સ્પર્ધકની છેલ્લી વર્ગણા સુધી જાણવું. પરંપરોપનિયા - પહેલા સ્પર્ધકની પહેલી વર્ગણામાં રસાણ સર્વજીવો કરતા અનંતગુણ છે. પહેલા સ્પર્ધકની પહેલી વર્ગણાના રસાણ કરતા તે જ સ્પર્ધકની અન્ય વર્ગણાઓમાં રસાણુઓ અનંતમો ભાગ અધિક છે, બીજા સ્પર્ધકની પહેલી વર્ગણામાં રસાણ દ્વિગુણ છે, ત્રીજા સ્પર્ધકની પહેલી વર્ગણામાં રસાણ ત્રિગુણ છે, ચોથા સ્પર્ધકની પહેલી વર્ગણામાં રસાણ ચાર ગુણા છે, એમ યાવત્ જેટલામુ સ્પર્ધક હોય તેની પ્રથમવર્ગણામાં તેટલા ગુણા રસાણ છે. પહેલા સ્પર્ધકની પહેલી વર્ગણાના રસાણ કરતા બીજા સ્પર્ધકની પહેલી વર્ગણામાં રસાણુ ગુણા છે. બીજા સ્પર્ધકની પહેલી વર્ગણાના રસાણ કરતા ત્રીજા સ્પર્ધકની પહેલી વર્ગણામાં રસાણ = ગુણા છે. ત્રીજા સ્પર્ધકની પહેલી વર્ગણાના રસાણ કરતા ચોથા સ્પર્ધકની પહેલી વણામાં રસાણ = ગુણા છે. ચોથા સ્પર્ધકની પહેલી વર્ગણાના રસાણ કરતા પાંચમા સ્પર્ધકની પહેલી વર્ગણામાં રસાણ - ગુણા છે. પાંચમા સ્પર્ધકની પહેલી વર્ગણાના રસાણ કરતા છઠ્ઠા સ્પર્ધકની પહેલી વર્ગણામાં રસાણ ગુણા છે. એમ યાવત્ સ્પર્ધક સંખ્યા કિચરમસ્પર્ધકની પહેલી વર્ગણાના રસાણ કરતા ચરમસ્પર્ધકની પહેલી વર્ગણામાં રસાણ ઇ ગુણા છે. વિવક્ષિત સ્પર્ધકની પહેલી વર્ગણાના રસાણ તેની પૂર્વેના સ્પર્ધકની પહેલી વર્ગણાના રસાણ કરતા વિવક્ષિત સ્પર્ધક સંખ્યા - ગુણા છે. વિવક્ષિત સ્પર્ધક સંખ્યા-૧ શા વિવક્ષિતસ્પર્ધકની પહેલી વર્ગણાના રસાણ પૂર્વેના સ્પર્ધકની પહેલી વર્ગણાના રસાણ x વિવક્ષિત સ્પર્ધક વિવક્ષિત સ્પર્ધક - 1 પ્રશ્ન - 100 મા સ્પર્ધકની પહેલી વર્ગણામાં તેની પૂર્વેના સ્પર્ધકની પ્રથમવર્ગણાના રસાણ કરતા કેટલા ગુણા રસાણ છે?