________________ 40 અશ્વકર્ણકરણોદ્ધા 256 = = 128 બીજી દ્વિગુણહાનિની પહેલી વર્ગણાના પરમાણુ ત્રીજી દ્વિગુણહાનિની પહેલી વર્ગણામાં પરમાણુ = 128 = 64 ત્રીજી દ્વિગુણહાનિની પહેલી વર્ગણાના પરમાણુ ચોથી દ્વિગુણહાનિની પહેલી વર્ગણામાં પરમાણુ = 64 બીજી દ્વિગણ હાનિમાં ચય - પહેલી દ્વિગુણહાનિમાં ચય 8_ | બીજી દ્વિગુણહાનિમાં ચય ત્રીજી દ્વિગુણહાનિમાં ચય = હ | K ત્રીજી દ્વિગુણહાનિમાં ચય ચોથી દ્વિગુણહાનિમાં ચય = e | કર્મપરમાણુમાં રસ - ઉપર સ્પર્ધકોમાં વર્ગણા, પરમાણુ વગેરેની સંખ્યા બતાવી. તેમજ રસાણની સામાન્યથી વિચારણા કરી. હવે રસાણની વિશેષ વિચારણા કરીએ છીએ. અનંતરોપનિધા - પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં સૌથી ઓછા રસાણ હોવા છતા તે સર્વજીવો કરતા અનંતગુણ હોય છે. બીજી વર્ગણામાં તેના કરતા 1 રસાણ અધિક છે. ત્રીજી વર્ગણામાં બીજી વર્ગણા કરતા 1 રસાણ અધિક છે. ચોથી વર્ગણામાં ત્રીજી વર્ગણા કરતા 1 રસાણ અધિક છે. એમ યાવત્ પ્રથમ સ્પર્ધકની અંતિમ વર્ગણા સુધી જાણવું. પ્રથમ સ્પર્ધકની અંતિમવર્ગણા કરતા બીજા સ્પર્ધકની પહેલી વર્ગણામાં સર્વજીવોથી અનંતગુણ રસાણ અધિક છે. બીજી વણામાં તેના કરતા 1 રસાણ અધિક છે. 1. બીજા સ્પર્ધકની પહેલી વર્ગણા પ્રથમ સ્પર્ધકની છેલ્લી વર્ગણાની તરત પછી આવેલી હોવાથી એમાં રસાણને શોધવા એ પણ અનંતરોપનિધા જ છે.