________________ ભાવભરી અનુમોદના શ્રુત-ભક્તિ રાજસ્થાનનું પિંડવાડા નગર એટલે પરમગુરુદેવ સિદ્ધાંતમહોદધિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાનું પુણ્ય-વતન. અહીં પૂજ્યપાદશ્રીએ અનેક ચાતુર્માસો કર્યા. અત્રેના મહાવીર પ્રભુના, ગોડી પાર્શ્વનાથ પ્રભુના અને સ્ટેશન પરના નમિનાથ પ્રભુના ચૈત્યોની પ્રતિષ્ઠા પણ સં. 2016 માં પૂજ્યપાદશ્રીની પાવન નિશ્રામાં વિશાળ મુનિગણની ઉપસ્થિતિમાં થઈ. પ્રતિષ્ઠા પછી દ્રવ્યભાવ ઉભય રીતે સુંદર પ્રગતિ છે. કર્મસાહિત્યના વિશાળકાય મોટા મોટા ગ્રંથો ભારતીય પ્રાચ્ય તત્ત્વ પ્રકાશન સમિતિના નામે અત્રેના સંઘની આગેવાનીમાં પ્રકાશિત થયા છે. ઉપશમનાકરણ ભાગ-૨, ક્ષપકશ્રેણિ અથધિકાર અને પશ્ચિમસ્કંધ અધિકાર, વિસ્તૃત ગુજરાતી વિવેચના રૂપ પ્રસ્તુત ગ્રંથના પ્રકાશનનો સંપૂર્ણ લાભ... | શેઠ કલ્યાણજી સોભાગચંદજી જૈન પેઢી હા. પિંડવાડા જૈન સંઘ તરફથી જ્ઞાનનિધિમાંથી લેવાયેલ છે. તેઓની આ શ્રુતભક્તિની ભાવપૂર્ણ અનુમોદના કરીએ છીએ. - શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટના ટ્રસ્ટીગણ