________________ 18 અનિવૃત્તિકરણ અસંખ્યગુણહીન થાય છે. મોહનીયની સ્થિતિસત્તા જ્ઞાનાવરણાદિ ૪ની સ્થિતિસત્તાથી અસંખ્ય ગુણ હતી તે એક જ સ્થિતિઘાત દ્વારા અસંખ્ય ગુણહીન થાય છે. એટલે કે ઉપર ‘હજારો સ્થિતિઘાત વીત્યા પછી જ્ઞાનાવરણાદિ ૪ની સ્થિતિસત્તાથી મોહનીયની સ્થિતિસત્તા અસંખ્યગુણહીન થાય છે' - એમ જે કહ્યું છે તેમાં તે હજારોમાંના છેલ્લા સ્થિતિઘાત દરમિયાન જ એ થાય છે એમ સમજવું. એટલે કે તે હજારોમાંનો છેલ્લો સ્થિતિઘાત પૂર્ણ થાય તે પર્વે (છેલ્લા સ્થિતિઘાતના દ્વિચરમ સમય સુધી) તો જ્ઞાનાવરણાદિ ૪ની સ્થિતિસત્તાથી મોહનીયની સ્થિતિસત્તા અસંખ્ય ગુણ હતી, પરંતુ છેલ્લો સ્થિતિઘાત જ મોટા આયામવાળો હોવાથી એ સ્થિતિઘાત પૂર્ણ થતા જ સ્થિતિસત્તા અસંખ્ય ગુણહીન થઈ જાય છે. આવી રીતે આગળ પણ સ્થિતિસત્તાના ક્રમમાં જ્યાં ફેરફાર થાય છે ત્યાં આ રીતે એક જ સ્થિતિઘાત દ્વારા તે થાય છે, એમ સમજી લેવું. અહીં અલ્પબદુત્વ આ પ્રમાણે છે - સ્થિતિસત્તાનું પ્રમાણ પલ્યોપમ/અસંખ્યાત ક્ર. | પ્રકૃતિ નામ, ગોત્ર મોહનીય જ્ઞાનાવરણાદિ 4 સ્થિતિસત્તાનું અલ્પબદુત્વ અલ્પ (પરસ્પર તુલ્ય) અસંખ્યગુણ અસંખ્યગુણ (પરસ્પર તુલ્ય) પલ્યોપમ/અસંખ્યાત પલ્યોપમ/અસંખ્યાત | વળી હજારો સ્થિતિઘાત પસાર થાય ત્યારે મોહનીયની સ્થિતિસત્તા નામ-ગોત્રની સ્થિતિસત્તાથી પણ નીચે જાય છે, એટલે કે નામ-ગોત્રની સ્થિતિસત્તાથી પણ અસંખ્યગુણહીન થાય છે. કષાયમામૃતાચૂર્ણિમાં કહ્યું છે- ‘દસર મોદી સકૃિતિસંત થોવં'- ભાગ-૧૪, પાના નં. 199. અહીં અલ્પબદુત્વ આ પ્રમાણે છે - સ્થિતિસત્તાનું અલ્પબદુત્વ ક્ર. | પ્રકૃતિ 1 | મોહનીય સ્થિતિસત્તાનું પ્રમાણ પલ્યોપમ/અસંખ્યાત અલ્પ 2 | નામ, ગોત્ર જ્ઞાનાવરણાદિ 4 અસંખ્યગુણ (પરસ્પર તુલ્ય) અસંખ્યગુણ (પરસ્પર તુલ્ય)_ પલ્યોપમ/અસંખ્યાત પલ્યોપમ/અસંખ્યાત વળી હજારો સ્થિતિઘાત પસાર થાય ત્યારે ત્રણ ઘાતકર્મોની સ્થિતિસત્તા વેદનીયની સ્થિતિસત્તાથી નીચે આવે છે, એટલે કે અહીં સુધી ત્રણ ઘાતકર્મોની સ્થિતિસત્તા વેદનીયની સ્થિતિસત્તાની તુલ્ય હતી, હવેથી ત્રણ ઘાતકર્મોની સ્થિતિસત્તા વેદનીયની સ્થિતિસત્તા કરતા અસંખ્યગુણહીન થાય છે. અહીં અલ્પબદુત્વ આ પ્રમાણે છે -