________________ અનિવૃત્તિકરણ હવેથી નામ-ગોત્રમાં સત્તાગત સ્થિતિના અસંખ્યાતા બહુ ભાગ પ્રમાણ સ્થિતિખંડોનો ઘાત થાય છે, એટલે કે પ્રત્યેક સ્થિતિઘાત વખતે સત્તાગત સ્થિતિના અસંખ્યાતા બહુભાગોનો નાશ કરે છે અને એક અસંખ્યાતમો ભાગ બાકી રાખે છે. તે વખતે શેષ કર્મોના સ્થિતિખંડો સત્તાગત સ્થિતિના સંખ્યાતા બહુભાગ પ્રમાણના હોય છે. આ ક્રમે હજારો સ્થિતિઘાત પસાર થાય ત્યારે જ્ઞાનાવરણાદિ ૪ની પણ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સ્થિતિસત્તા થાય છે. અહીં અલ્પબહુત આ પ્રમાણે છે - કે. | પ્રકૃતિ નામ, ગોત્ર સ્થિતિસત્તાનું પ્રમાણ પલ્યોપમ/અસંખ્યાત સ્થિતિસત્તાનું અલ્પબદુત્વ | અલ્પ (પરસ્પર તુલ્ય) અસંખ્યગુણ (પરસ્પર તુલ્ય) અસંખ્યગુણ જ્ઞાનાવરણાદિ 4 મોહનીય પલ્યોપમ/અસંખ્યાત પલ્યોપમ/સંખ્યાત હવેથી જ્ઞાનાવરણાદિ 4 માં પણ સત્તાગત સ્થિતિના અસંખ્યાતા બહુભાગ પ્રમાણ સ્થિતિખંડોનો ઘાત થાય છે. મોહનીયમાં પહેલાની જેમ સત્તાગત સ્થિતિના સંખ્યાતા બહુભાગ પ્રમાણ સ્થિતિખંડોનો જ ઘાત થાય છે. આ ક્રમે હજારો સ્થિતિઘાત પસાર થાય ત્યારે મોહનીયની સ્થિતિ સત્તા પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ થાય છે. અહીં અલ્પબદુત્વ આ પ્રમાણે છે - | સ્થિતિ સત્તાનું પ્રમાણ પલ્યોપમ/અસંખ્યાત لیا | ما ها به પ્રકૃતિ નામ, ગોત્ર જ્ઞાનાવરણાદિ 4 | મોહનીય સ્થિતિસત્તાનું અલ્પબદુત્વ અલ્પ (પરસ્પર તુલ્ય) અસંખ્યગુણ (પરસ્પર તુલ્ય) અસંખ્યગુણ પલ્યોપમ/અસંખ્યાત પલ્યોપમ/અસંખ્યાત હવેથી મોહનીયમાં પણ શેષ કર્મોની જેમ સત્તાગત સ્થિતિના અસંખ્યાતા બહુભાગ પ્રમાણ સ્થિતિખંડોનો ઘાત થાય છે. એટલે હવેથી બધા કર્મોમાં સત્તાગત સ્થિતિના અસંખ્યાતા બહુભાગ પ્રમાણ સ્થિતિખંડોનો ઘાત થાય છે. આ ક્રમે હજારો સ્થિતિઘાત પસાર થાય છે. ત્યાર પછી મોહનીયની સ્થિતિસત્તા એકસાથે જ્ઞાનાવરણાદિ ૪ની સ્થિતિસત્તાથી નીચે જાય છે, એટલે કે અત્યાર સુધી જ્ઞાનાવરણાદિ ૪ની સ્થિતિસત્તા કરતા મોહનીયની સ્થિતિસત્તા અસંખ્યગુણ હતી, હવેથી મોહનીયની સ્થિતિસત્તા જ્ઞાનાવરણાદિ 4 ની સ્થિતિસત્તાથી