________________ 341 સયોગીકેવળી ગુણસ્થાનક આત્મપ્રદેશો કરતા પૂર્વસ્પર્ધકની પ્રથમ વર્ગણામાં અસંખ્યાતમા ભાગ જેટલા આત્મપ્રદેશો અપાય છે. ત્યાર પછી પૂર્વસ્પર્ધકની ચરમવર્ગણા સુધી ઉત્તરોત્તર વર્ગણામાં વિશેષહીન આત્મપ્રદેશો અપાય છે. અહીં આત્મપ્રદેશો અપાય છે, એટલે કે તેટલા તેટલા આત્મપ્રદેશો તેટલા યોગના વીર્યાણુવાળા થઈ જાય છે. પ્રથમ સમયે થયેલા સર્વ અપૂર્વસ્પર્ધકોનું પ્રમાણ એક ગુણહાનિના પૂર્વસ્પર્ધકોના પ્રમાણથી અસંખ્યાતમા ભાગ જેટલું છે. બીજા સમયે પ્રથમ સમય કરતા અસંખ્યગુણ આત્મપ્રદેશોને ખેંચે છે અને પ્રથમ સમય કરતા અસંખ્યગુણહીન વિર્યાણુઓને ખેંચે છે. કહ્યું છે- “તતો તિથલમયે પ્રથમસમાષ્ટનીવપ્રશાયभागादसङ्ख्येयगुणं भागं जीवप्रदेशानामपकर्षति तावतोऽसङ्ख्येयान् भागानाकर्षतीत्यर्थः વીવિકા પ્રતિબ્બેવાનામપિ પ્રથમસમાષ્ટમ ધ્યેય"પદીને મામર્પિતિ ' - કર્મપ્રકૃતિના સત્તાપ્રકરણની ગાથા ૫૫ની ઉપા. યશોવિજયજી કૃત ટીકા. અહીં બીજા સમયે અપૂર્વસ્પર્ધકોનો વિધિ આ પ્રમાણે છે - પ્રથમ સમય કરતા અસંખ્યગુણ આત્મપ્રદેશો લઈ તેમાંથી પ્રથમ સમયના અપૂર્વસ્પર્ધકોની નીચે તેના કરતા અસંખ્યાતમા ભાગ જેટલા અપૂર્વસ્પર્ધકો કરે છે તથા પ્રથમ સમયના અપૂર્વસ્પર્ધકોમાં અને પૂર્વસ્પર્ધકોમાં પણ પ્રદેશો નાંખે છે. અહીં પ્રદેશ આપવાનો ક્રમ આ પ્રમાણે છે - નવીન અપૂર્વસ્પર્ધકની પ્રથમ વર્ગણામાં ઘણા પ્રદેશો અપાય છે. ત્યાર પછી બીજા સમયના ચરમ અપૂર્વસ્પર્ધકની ચરમ વર્ગણા સુધી ઉત્તરોત્તર વર્ગણામાં વિશેષહીન આત્મપ્રદેશો અપાય છે. ત્યાર પછી પ્રથમ સમયના અપૂર્વસ્પર્ધકની પ્રથમ વર્ગણામાં અસંખ્યગુણહીને આત્મપ્રદેશો અપાય છે. ત્યાર પછી પૂર્વસ્પર્ધકની અંતિમ વર્ગણા સુધી ઉત્તરોત્તર વર્ગણામાં વિશેષહીન આત્મપ્રદેશો અપાય છે. પ્રથમ સમયના અપૂર્વસ્પર્ધકો કરતા બીજા સમયના અપૂર્વસ્પર્ધકો અસંખ્યગુણહીન છે. એમ અપૂર્વસ્પર્ધકકરણકાળરૂપ અંતર્મુહૂર્તના ચરમ સમય સુધી ઉત્તરોત્તર સમયે અસંખ્યગુણહીન અપૂર્વસ્પર્ધકો થાય છે. પ્રથમ સમયે અપકૃષ્ટ જીવપ્રદેશો કરતા બીજા સમયે અપકૃષ્ટ જીવપ્રદેશો અસંખ્યગુણ છે, તેના કરતા ત્રીજા સમયે અપકૃષ્ટ જીવપ્રદેશો અસંખ્યગુણ છે. એમ અપૂર્વસ્પર્ધકકરણકાળરૂપ અંતર્મુહૂર્તના ચરમ સમય સુધી ઉત્તરોત્તર સમયે અસંખ્યગુણ જીવપ્રદેશો ખેંચાય છે. બીજા સમયે અપકૃષ્ટ આત્મપ્રદેશોની જેવી રીતે અપૂર્વસ્પર્ધકો અને પૂર્વસ્પર્ધકોમાં વહેંચણી થાય છે તેવી રીતે અપૂર્વસ્પર્ધકકરણકાળરૂપ અંતર્મુહૂર્તના ચરમ સમય સુધી જાણવું. દશ્યમાન આત્મપ્રદેશો સર્વ સમયોમાં અપૂર્વસ્પર્ધકો-પૂર્વસ્પર્ધકોની ઉત્તરોત્તર વર્ગણાઓમાં ક્રમશઃ વિશેષહીન છે. સર્વ સમયોના કુલ અપૂર્વસ્પર્ધકો શ્રેણિના વર્ગમૂળના અસંખ્યાતમા ભાગ જેટલા થાય છે. તે પૂર્વસ્પર્ધકોના અસંખ્યાતમા ભાગ જેટલા હોય છે.