________________ 308 કિષ્ટિકરણોદ્ધા અધસ્તનશીર્ષીયદ્રવ્ય, ઉભયચયદ્રવ્ય અને મધ્યમખંડદ્રવ્ય અપાઈ જાય એટલે પાના નં. 304 ઉપર જુદુ સ્થાપી રાખેલ ઘાતદ્રવ્ય પૂર્ણ થાય છે. સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિષ્ટિમાં અધતનશીષચયદ્રવ્ય વગેરે ચારે પ્રકારના દ્રવ્યો અપાઈ જાય એટલે સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિષ્ટિમાં આવેલ સંક્રમદ્રવ્ય પૂર્ણ થાય છે. બંધદ્રવ્ય - સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિનું બંધાતુ દ્રવ્ય ચાર વિભાગમાં વહેંચવામાં આવે છે. 1) બંધાંતરકિટ્ટિસમાનખંડદ્રવ્ય 2) બંધઅપૂર્વઅંતરકિટ્ટિચયદ્રવ્ય 3) બંધચયદ્રવ્ય 4) બંધમધ્યમખંડદ્રવ્ય 1) બંધાંતરકિકિસમાનખંડદ્રવ્ય -બંધાતા દ્રવ્યમાંથી જે અપૂર્વકિષ્ટિઓ થાય છે તેના પ્રમાણને સંક્રમના એક મધ્યમખંડદ્રવ્ય અધિક સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ પૂર્વકિષ્ટિના દ્રવ્યથી ગુણતા બંધાંતરકિટ્ટિસમાનખંડદ્રવ્ય આવે. બંધદ્રવ્યના આ દ્રવ્યમાંથી બંધાતી સર્વ અપૂર્વઅંતરકિઠ્ઠિઓમાં એક એક ખંડ અપાય છે. એક બંધાંતરકિટ્ટિસમાનખંડદ્રવ્યનું પ્રમાણ સંક્રમમધ્યમખંડ અધિક સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિષ્ટિની પ્રથમ પૂર્વકિટિ જેટલુ છે. 2) બંધઅપૂર્વઅંતરકિફિચયદ્રવ્ય- બંધાતા દ્રવ્યમાંથી જે અંતિમ અપૂર્વકિટ્ટિ થાય છે તેની પછી જેટલી પૂર્વકિઠ્ઠિઓ હોય તેટલા ચય પ્રમાણ દ્રવ્ય અંતિમ બંધઅપૂર્વકિષ્ટિમાં અપાય છે. તેના કરતા એક અધિક બે અપૂર્વકિઓિના અંતરાલમાં આવતી કિટ્ટિ પ્રમાણ અધિક ચયો દ્વિચરમ બંધઅપૂર્વકિટિમાં અપાય છે. ચરમ બંધઅપૂર્વકિટ્ટિમાં અપાતા ચય કરતા એક અધિક દ્વિગુણ અંતરાલકિટ્ટિપ્રમાણ અધિક ચયો ત્રિચરમ બંધઅપૂર્વકિટ્ટિમાં અપાય છે. આમ આ રીતે પ્રથમ બંધઅપૂર્વકિષ્ટિ સુધી ઉત્તરોત્તર બંધઅપૂર્વકિષ્ટિમાં એક અધિક ઉત્તરોત્તર અંતરાલકિટિપ્રમાણ ચયો અધિક અપાય છે. આમ બંધઅપૂર્વકિઠ્ઠિઓ અને બંધપૂર્વકિટ્ટિઓ વચ્ચે ગોપુચ્છ રચના થઈ જાય છે. બંધઅપૂર્વઅંતરકિટ્રિચયદ્રવ્ય = (એક અધિક અંતિમ બંધઅપૂર્વકિટ્ટિ પછી આવતી પૂર્વકિટ્ટિ પ્રમાણ ચય) + (એક અધિક અંતિમ બંધઅપૂર્વકિટ્ટિ પછી આવતી પૂર્વકિટ્ટિ પ્રમાણ ચય + એક અધિક અંતરાલકિટ્ટિ પ્રમાણ ચય) + [(એક અધિક અંતિમ બંધઅપૂર્વકિષ્ટિ પછી આવતી પૂર્વકિટ્ટિ પ્રમાણ ચય + એક અધિક (2 * અંતરાલકિટ્ટિ પ્રમાણ ચય)] + + (એક અધિક અંતિમ બંધઅપૂર્વકિટ્ટિ પછી આવતી પૂર્વકિટ્ટિ પ્રમાણ ચય + એક અધિક [(અપૂર્વકિટ્ટિ–૧) x અંતરાલકિટ્ટિ પ્રમાણ ચય]). એક બંધઅપૂર્વઅંતરકિથ્રિચયદ્રવ્યનું પ્રમાણ અનંતમા ભાગ ન્યૂન એક ઉભયચર્યદ્રવ્ય જેટલું હોય છે.