________________ કિટ્ટિકરણોદ્ધા 306 ત્રીજી સંગ્રહકિટ્ટિ અને બીજી સંગ્રહકિટ્ટિમાંથી આ રીતે ઘાતદ્રવ્યની વ્યવસ્થા થઈ ગઈ. હવે ત્રીજી સંગ્રહકિટ્રિમાં સંક્રમ દ્વારા આવેલ દ્રવ્ય બાકી રહ્યું. બીજી સંગ્રહકિટ્ટિમાં આયદ્રવ્ય નથી, પરંતુ ઘાતદ્રવ્યનો એક ભાગ જુદો રાખ્યો છે. તદુપરાંત બીજી સંગ્રહકિષ્ટિનો બંધ હોવાથી બંધાતુ દ્રવ્ય પણ આવે છે. સૂક્ષ્મકિટ્ટિમાં બીજી તથા ત્રીજી સંગ્રહકિષ્ટિમાંથી દ્રવ્ય આવે છે. સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિ, ત્રીજી સંગ્રહકિટ્ટિ અને સૂક્ષ્મકિઠ્ઠિઓ - આ ત્રણેમાંના ઉપરોક્ત દ્રવ્યોના નિક્ષેપનું વિધાન હવે વિસ્તૃત રીતે મધ્યમખંડ વગેરે વિધાન દ્વારા બતાવવામાં આવે છે - 1) અધતનશીર્ષીયદ્રવ્ય - સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની જઘન્ય કિટ્ટિ સમાન સર્વ બાદર કિટ્ટિઓને કરવા માટે બાદર કિટ્ટિઓમાં અપાતુ દ્રવ્ય તે અધતનશીર્ષીયદ્રવ્ય. સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ કિટ્ટિમાં અધતનશીર્ષીયદ્રવ્ય ન અપાય. ત્યાર પછી બીજી કિટ્ટિમાં એક ચય અપાય, ત્રીજી કિટ્ટિમાં બે ચય અપાય, એમ ઉત્તરોત્તર કિટ્ટિમાં 1-1 ચય પ્રમાણ દ્રવ્ય વધુ અપાય, યાવત્ ત્રીજી સંગ્રહકિટ્ટિની ચરમ કિટ્ટિમાં એક ન્યૂન ત્રીજી સંગ્રહકિટ્ટિની અવાંતરકિટ્ટિ પ્રમાણ ચય જેટલુ અધસ્તનશીર્ષીયદ્રવ્ય અપાય. આ બધા ચયોનો સરવાળો તે ત્રીજી સંગ્રહકિટ્ટિનું અધતનશીર્ષીયદ્રવ્ય. આ દ્રવ્યને ત્રીજી સંગ્રહકિટ્ટિના આયદ્રવ્યમાંથી જુદુ કાઢી સ્થાપવું. બીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ કિટ્ટિમાં ત્રીજી સંગ્રહકિટ્ટિની અવાંતરકિટ્ટિ પ્રમાણ ચય અપાય, બીજી કિટ્ટિમાં તેથી એક અધિક ચય અપાય, ત્રીજી કિટ્રિમાં તેથી એક અધિક ચય અપાય, એમ ઉત્તરોત્તર કિટ્રિમાં 1-1 ચય વધુ અપાય, યાવતુ સંજ્વલન લોભની બીજી સંગ્રહકિટ્ટિની ચરમકિટ્રિમાં એક ન્યૂન બીજી-ત્રીજી સંગ્રહકિટ્ટિની અવાંતરકિઠ્ઠિઓ પ્રમાણ ચય જેટલુ અધસ્તનશીર્ષીયદ્રવ્ય આપવુ. આ બધાનો સરવાળો તે બીજી સંગ્રહકિટ્ટિનું અધસ્તનશીર્ષીયદ્રવ્ય. આ દ્રવ્યને બીજી સંગ્રહકિટ્ટિના ઘાતદ્રવ્યમાંથી એક ભાગ છે જુદો રાખ્યો છે તેમાંથી કાઢી જુદુ સ્થાપી રાખવું. અધસ્તનશીર્ષીયદ્રવ્ય અપાય જાય એટલે સર્વ કિઠ્ઠિઓ સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની જઘન્ય કિષ્ટિની સમાન દ્રવ્યવાળી થાય છે. 2) અપૂર્વઅંતરકિશ્ચિદ્રવ્ય - સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિષ્ટિની દરેક અપૂર્વઅંતરકિટ્રિમાં અપૂર્વઅંતરકિટિદ્રવ્ય અપાય છે. તે સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ પૂર્વકિટ્ટિના દ્રવ્ય જેટલુ હોય છે. એક અપૂર્વઅંતરકિટ્રિદ્રવ્યને સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિષ્ટિની અપૂર્વઅંતરકિઠ્ઠિઓની સંખ્યાથી ગુણતા સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિનું સર્વ અપૂર્વઅંતરકિટિદ્રવ્ય આવે છે. તેટલુ દ્રવ્ય સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિના આયદ્રવ્ય(સંક્રમદ્રવ્ય)માંથી જુદુ સ્થાપવુ. પલ્યોપમના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગ જેટલી સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની પૂર્વકિઠ્ઠિઓના આંતરે આંતરે અપૂર્વઅંતરકિઠ્ઠિઓ થાય છે. તે સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની પૂર્વકિઠ્ઠિઓના અસંખ્યાતમાં ભાગ જેટલી છે. પ્રશ્ન ત્રીજી સંગ્રહકિટ્ટિની જેમ બીજી સંગ્રહકિટ્ટિમાં અપૂર્વકિઠ્ઠિઓ કેમ નથી થતી?