________________ ચાર વર્ષ કિટિવેદનાદ્ધા 285 6) શેષ ત્રણ ઘાતકર્મોની સ્થિતિસત્તા સંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ થાય છે. 7) ત્રણ અઘાતી કર્મોનો સ્થિતિબંધ સંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ થાય છે. 8) ત્રણ અઘાતી કર્મોની સ્થિતિસત્તા અસંખ્ય હજાર વર્ષ પ્રમાણ થાય છે. પ્રકૃતિ સ્થિતિબંધ સ્થિતિ સત્તા સંજવલન ચાર બે માસ શેષ ઘાતી ત્રણ વર્ષપૃથક્વ સંખ્યાતા હજાર વર્ષ અઘાતી ત્રણ સંખ્યાતા હજાર વર્ષ અસંખ્ય હજાર વર્ષ 9) સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિના પ્રથમ સ્થિતિની ચરમાવલિકાના દલિક અને સમય ન્યૂન બે આવલિકાના બંધાયેલા દલિક સિવાય શેષ સર્વ દલિકોનો નાશ થાય છે, એટલે કે ઉપર કહેલ દ્રવ્ય સિવાયનું દ્રવ્ય યથાસંભવ અન્ય સંગ્રહકિઠ્ઠિઓમાં સંક્રમે છે અને શેષ દ્રવ્ય સંજવલન માનની પ્રથમ સંગ્રહકિટ્ટિની નીચે અનંતગુણહીનરસવાળી અપૂર્વઅધસ્તનકિટ્ટિરૂપે પરિણમે છે. અહીં આ રીતે સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિનું લગભગ સર્વ દ્રવ્ય સંજ્વલન માનની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં આવી જતુ હોવાથી સંજવલન માનની પ્રથમ સંગ્રહકિટ્ટિનું કુલ દ્રવ્ય પૂર્વે હતુ તે કરતા લગભગ 16 ગણ થાય છે, કેમકે સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિષ્ટિનું લગભગ 15 ગણુ દ્રવ્ય તેમાં આવ્યું. આમ સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિની વેદનાદ્ધા પૂર્ણ થાય છે. સંજવલન માનની પ્રથમ સંગ્રહકિષ્ટિની વેદનાદ્ધા - સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિની વેદનાદ્ધા પૂર્ણ થયા પછીના સમયે બીજી સ્થિતિમાંથી સંજવલન માનની પ્રથમ સંગ્રહકિટ્ટિનું દ્રવ્ય ખેંચી તેની સંજવલન માનની પ્રથમ સંગ્રહકિટ્ટિની વેદનાદ્ધાથી એક આવલિકા અધિક કાળ જેટલી પ્રથમ સ્થિતિ કરે છે અને તેને વેદે છે. અહીં પણ કિઢિઓનો ઉદય, બંધ, ઘાત, સંક્રમદ્રવ્ય-બંધદ્રવ્યમાંથી અપૂર્વકિઠ્ઠિઓની રચના-પૂર્વકિઠ્ઠિઓમાં દલિતપ્રક્ષેપ વગેરે અધિકાર પૂર્વની જેમ જાણી લેવો. વિશેષમાં સંજવલન ક્રોધનો બંધવિચ્છેદ થવાથી સંજવલન માન વગેરે ત્રણ કષાયોનો બંધ થાય અને તેમાં પણ પૂર્વે કહેલ નિયમ લાગે. સંક્રમવિધિ તથા સંગ્રહકિટ્ટિની અવાંતરકિઠ્ઠિઓ અને તેના દલિકોના અલ્પબદુત્વો પણ યથાસંભવ જાણી લેવા. સંગ્રહકિષ્ટિની અવાંતરકિષ્ટિનું અલ્પબહુત આ પ્રમાણે છે - 1. કષાયપ્રાભૃતચૂર્ણિમાં કહ્યું છે - “ના સ્થ સબૂમાવેદ્ધિા તિસે વેદ્ધિા તિમા મેત્તા પઢવી ' ભાગ 15, પાના નં. 283. માનવેદકાદ્ધાના ત્રીજા ભાગ જેટલી સંજવલને માનની પ્રથમ સંગ્રહકિટ્ટિની પ્રથમ સ્થિતિ કરે છે. ક્ષપણાસારમાં કહ્યું છે - “સો શોધવેશ્ચર્તિ શિફ્ પાટિ નો માના રેફ્રોન તા તીસરી મા બાવની મધ તિ પ્રથમસ્થિતિ પ્રમાદૈ' - ક્ષપણાસાર ગાથા પપપ ની હિંદી ટીકા. માનવેદકાદ્ધાના ત્રીજા ભાગ કરતા એક આવલિકા અધિક જેટલી સંજવલન માનની પ્રથમ સંગ્રહકિટ્ટિની પ્રથમસ્થિતિ કરે છે.