________________ 283 કિટ્ટિવેદનાદ્ધા પ્રદેશોનું અલ્પબદુત્વ પણ સંગ્રહકિઠ્ઠિઓની અવાંતરકિઠ્ઠિઓના અલ્પબદુત્વની જેમ જાણવું. સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિટ્ટિની પ્રથમસ્થિતિની બે આવલિકા શેષ રહે ત્યારે આગાલ-પ્રત્યાગાલનો વિચ્છેદ થાય છે. સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિષ્ટિની પ્રથમસ્થિતિની સમયાધિક આવલિકા શેષ રહે ત્યારે 1) સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિટ્ટિની જઘન્ય સ્થિતિઉદીરણા થાય છે. 2) સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિષ્ટિનો ઉદયવિચ્છેદ થાય છે, એટલે કે ઉદયનો ચરમ સમય થાય છે. 3) સંજવલન ચારનો સ્થિતિબંધ અંતર્મુહૂર્ત ન્યૂન 80 દિવસ પ્રમાણ થાય છે. 4. સંજવલન ચારની સ્થિતિસત્તા અંતર્મુહૂર્તપૂન 64 માસ પ્રમાણ થાય છે. 5) શેષ ત્રણ ઘાતકર્મોનો સ્થિતિબંધ વર્ષપૃથક્ત પ્રમાણ થાય છે. 6) શેષ ત્રણ ઘાતકર્મોની સ્થિતિસત્તા સંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ થાય છે. 7) ત્રણ અઘાતી કર્મોનો સ્થિતિબંધ સંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ થાય છે. 8) ત્રણ અઘાતી કર્મોની સ્થિતિસત્તા અસંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ થાય છે. પ્રકૃતિ | સ્થિતિબંધ સ્થિતિસત્તા સંજવલન ચાર અંતર્મુહૂર્ત ન્યૂન 80 દિવસ | અંતર્મુહૂર્ત ન્યૂન 64 માસ ઘાતી ત્રણ વર્ષપૃથક્વ સંખ્યાતા હજાર વર્ષ અધાતી ત્રણ સંખ્યાતા હજાર વર્ષ અસંખ્યાતા હજાર વર્ષ 9) સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિની જેમ અહીં પણ સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિટ્ટિના પ્રથમસ્થિતિની ચરમાવલિકાના દલિત અને સમય ન્યૂન બે આવલિકામાં બંધાયેલ દલિક સિવાય શેષ સર્વ દલિકોનો નાશ થાય છે, એટલે કે ઉપર કહેલ દ્રવ્ય સિવાયનું દ્રવ્ય યથાસંભવ અન્ય સંગ્રહકિઠ્ઠિઓમાં સંક્રમે છે અને શેષ સર્વદ્રવ્ય સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિષ્ટિની નીચે અનંતગુણહીન રસવાળી અપૂર્વઅધસ્તનકિટિરૂપે પરિણમે છે. અહીં આ રીતે સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિટ્ટિનું લગભગ સર્વ દ્રવ્ય સંજવલન ક્રોધની ત્રીજી ગણુ થયુ, કેમકે બીજી સંગ્રહકિષ્ટિનું દ્રવ્ય ત્રીજી સંગ્રહકિટ્ટિના દ્રવ્ય કરતા લગભગ ચૌદગણુ હતુ. આમ સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિટ્ટિની વેદનાદ્ધા પૂર્ણ થાય છે. સંવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટિની વેદનાદ્ધા - સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિટ્ટિકની વેદનાદ્ધા પૂર્ણ થયા પછીના સમયે બીજી સ્થિતિમાંથી સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્રિના દલિકોને ખેંચી તેના દ્વારા સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિની વેદનાદ્ધાથી એક આવલિકા અધિક કાળ જેટલી પ્રથમ સ્થિતિ કરે છે અને તેને વેદે છે.