________________ 282 કિષ્ટિકરણોદ્ધા જવાબ - ના, સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિટ્ટિ વેદે ત્યારે સંજ્વલન ક્રોધની બીજી સંગ્રહકિટ્ટિ બાંધે અને શેષ કષાયોની પ્રથમ સંગ્રહકિટ્ટિ બાંધે. અહીં નિયમ એવો છે કે જે કષાયની જે સંગ્રહકિટ્ટિને વેદે તે કષાયની તે સંગ્રહકિટ્ટિને બાંધે તથા અન્ય કષાયોની પ્રથમ સંગ્રહકિટ્ટિને બાંધે. સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિટ્ટિની વેદકાદ્ધાના પ્રથમ સમયે સંગ્રહકિઢિઓની અવાંતરકિઠ્ઠિઓનું અલ્પબદુત્વ - અહીં સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિનું લગભગ બધુ દલિક સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિટ્રિમાં આવે છે, એટલે પૂર્વની માફક અલ્પબદુત્વ છે, પરંતુ સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિષ્ટિ કરતા સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિટ્ટિમાં સંખ્યાતગુણ અવાંતરકિઠ્ઠિઓ હોય છે. અલ્પબદુત્વ આ પ્રમાણે છે - 1) સંજવલન માનની પ્રથમ સંગ્રહકિષ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ અલ્પ છે. 2) તેના કરતા સંજવલન માનની બીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. 3) તેના કરતા સંજવલન માનની ત્રીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. 4) તેના કરતા સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિકાર છે. 5) તેના કરતા સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિટ્ટિઓ વિશેષાધિક છે. 6) તેના કરતા સંજવલન માયાની બીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. 7) તેના કરતા સંજવલન માયાની ત્રીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિષ્ટિઓ વિશેષાધિક છે. 8) તેના કરતા સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્રિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. 9) તેના કરતા સંજવલન લોભની બીજી સંગ્રહકિષ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. 10) તેના કરતા સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. 11) તેના કરતા સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિષ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ સંખ્યાતગુણ (કંઇક ન્યૂન 14 ગુણ) છે. પ્રદેશોનું અલ્પબદુત્વ-સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિષ્ટિની વેદકાદ્ધાના પ્રથમ સમયે સંગ્રહકિઠ્ઠિઓના 1. સ્વસ્થાનમાં વિશેષાધિક એટલે પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી ભાગતા એક ભાગ જેટલું અધિક, દા. ત. સંજવલન માનની પ્રથમ સંગ્રહકિટ્ટિની અવાંતરકિઠ્ઠિઓની સંખ્યાને પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી ભાગતા જે આવે તેટલી અવાંતરકિઠ્ઠિઓ સંજવલન માનની બીજી સંગ્રહકિટ્રિમાં સંજવલન માનની પ્રથમ સંગ્રહકિટ્ટિની અવાંતરકિઠ્ઠિઓ કરતા અધિક છે. 2. પરસ્થાનમાં વિશેષાધિક એટલે આવલિકાના અસંખ્યાતમાં ભાગથી ભાગતા એક ભાગ જેટલું અધિક દા.ત. સંજવલન માનની ત્રીજી સંગ્રહકિટ્ટિની અવાંતરકિઠ્ઠિઓની સંખ્યાને આવલિકાના અસંખ્યાતમા ભાગથી ભાગતા જે આવે તેટલી અવાંતરકિઠ્ઠિઓ સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્રિમાં સંજવલન માનની ત્રીજી સંગ્રહકિટ્ટિની અવાંતરકિઠ્ઠિઓ કરતા અધિક છે.