________________ યથાપ્રવૃત્તકરણ આમ બંધસ્થાનક ચાર છે - પપનું, પ૬નું, ૫૭નું, ૫૮નું. અહીં વિવિધ જીવોની અપેક્ષાએ બંધસ્થાનકોમાં પ્રકૃતિઓનો ફેરફાર ન હોવાથી દરેક બંધસ્થાનકનો એક-એક ભાગો છે. અબંધપ્રકૃતિઓ - થિણદ્ધિ 3, અસાતવેદનીય, કષાય 12, મિથ્યાત્વ), શોક, અરતિ, સ્ત્રીવેદ, નપુંસકવેદ, આયુષ્ય 4, નીચગોત્ર, નામકર્મની 36 - આ 62 પ્રકૃતિઓનો બંધવિચ્છેદ થયેલો હોય છે. નામકર્મની 36 પ્રકૃતિઓ આ પ્રમાણે છે - દેવગતિ સિવાયની 3 ગતિ, દેવાનુપૂર્વી સિવાયની 3 આનુપૂર્વી, જાતિ 4, સંઘયણ 6, પહેલા સિવાયના સંસ્થાન 5, ઔદારિક 2, અશુભવિહાયોગતિ, આતપ, ઉદ્યોત, સ્થાવર 10. (12) સ્થિતિબંધ - અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિનો બંધ થાય છે. સત્તાગતસ્થિતિ કરતા સંખ્યાતગુણહીન સ્થિતિનો બંધ થાય છે. (13) અનુભાગબંધ-શુભ પ્રકૃતિઓનો 4 ઠાણીયો રસ બંધાય અને અશુભ પ્રકૃતિઓનો ર ઠાણીયો રસ બંધાય. ઉત્તરોત્તર સમયે શુભપ્રકૃતિઓનો અનંતગુણવૃદ્ધ અને અશુભપ્રકૃતિઓનો અનંતગુણહીન રસ (14) પ્રદેશબંધ - પ્રચલા, નિદ્રા, હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા, દેવ 2, વૈક્રિય 2, આહારક 2, પહેલુ સંસ્થાન, શુભવિહાયોગતિ, સુભગ 3, જિનનામકર્મ - આ 18 પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ કે અનુત્કૃષ્ટ પ્રદેશબંધ થાય. શેષ 40 પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ પ્રદેશબંધ જ થાય, ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ન થાય. અહીં ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ન થવાનો હેતુ પૂર્વે ‘ઉપશમનાકરણ, વિસ્તૃત ગુજરાતી વિવેચન, ભાગ-૧'માં પ્રથમઉપશમસમ્યક્તપ્રાપ્તિ અધિકારમાં પ્રદેશબંધના અધિકારમાં (પાના નં. 9 થી 11 ઉપર) જણાવ્યો છે. તે ત્યાંથી જાણી લેવો. (15) પ્રકૃતિઉદય-આઠે મૂળપ્રકૃતિઓનો ઉદય હોય છે. ઉત્તરપ્રકૃતિમાં જઘન્યથી 51 ઉત્તરપ્રકૃતિઓનો ઉદય હોય છે. તે આ પ્રમાણે - જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 4, સાતાવેદનીય અસાતાવેદનીય, સંજવલન 1, વેદ 1, હાસ્ય-રતિ/શોક-અરતિ, મનુષ્યાયુષ્ય, ઉચ્ચગોત્ર, અંતરાય 5, નામકર્મની મનુષ્ય યોગ્ય 30. નામકર્મની મનુષ્ય યોગ્ય 30 પ્રકૃતિઓ આ પ્રમાણે છે - ધ્રુવોદયી 12 (વર્ણાદિ 4, તૈજસ-કાર્પણ શરીર, અગુરુલઘુ, નિર્માણ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ), મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક 2, પહેલુ સંઘયણ, એક સંસ્થાન, સુખગતિ/કુખગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉપઘાત, ત્રસ 4, સુભગ, આદેય, યશ, સુસ્વર/દુઃસ્વર. નિદ્રા 2 માંથી એક નિદ્રા, ભય, જુગુપ્સા - આ ત્રણનો વિકલ્પ ઉદય હોવાથી ઉત્કૃષ્ટથી 54 પ્રકૃતિઓનો ઉદય હોય. કુલ ઉદયસ્થાનક ચાર છે - ૫૧નું, પરનું, પ૩નું, પ૪નું.