________________ ક્ષપકશ્રેણિ અર્થાધિકાર (8) ચારિત્રમોહનીચની ક્ષપણાનો અધિકાર, એટલે કે ક્ષપકશ્રેણિ અધિકાર ક્ષપકશ્રેણિ માંડનાર આઠવર્ષની ઉપરની વયવાળો, પ્રથમ સંઘયણવાળો, શુક્લધ્યાનવાળો, ૪થા થી ૭માં ગુણઠાણાવાળો મનુષ્ય હોય. જો અપ્રમત્તસંયત પૂર્વધર હોય તો શુક્લધ્યાનમાં ક્ષપકશ્રેણિ માંડે, બીજા બધા ધર્મધ્યાનમાં ક્ષપકશ્રેણિ માંડે. ક્ષપકશ્રેણી અધિકારમાં સાત અર્થાધિકારો છે. તે આ પ્રમાણે - 1) યથાપ્રવૃત્તકરણ 2) અપૂર્વકરણ 3) અનિવૃત્તિકરણ 4) અશ્વકર્ણકરણાદ્ધા 5) કિટ્ટિકરણાદ્ધા 6) કિટ્ટિવેદનાદ્ધા 7) ક્ષીણમોહવીતરાગછગ્નસ્થ ગુણસ્થાનક. (1) યથાપ્રવૃત્તકરણ. ચારિત્રમોહનીયની ક્ષપણા માટે ત્રણ કરણની એક પંક્તિમાં સ્થાપના કરવી. તેવી જ રીતે સત્તાગત કર્મની સ્થિતિની સ્થાપના કરવી. તથા સત્તાગત રસસ્પર્ધકોની પણ જઘન્ય રસસ્પર્ધકથી માંડી યાવત્ સર્વ રસસ્પર્ધકોની ક્રમશઃ સ્થાપના કરવી. કષાયપ્રાભૃતચૂર્ણિમાં કહ્યું છે - “વારિત્તમોયરૂ વUI મથાપવરવારVદ્ધા કપુત્રરદ્ધા अणियट्टिकरणद्धा च एदाओ तिण्णि वि अद्धाओ एगसंबद्धाओ एगावलियाए ओट्टिदव्वाओ।तदो जाणि कम्माणि अत्थि तेसिं ठिदीओ ओट्टिदव्वाओ / तेसिं चेव अणुभागफद्दयाणं जहण्णफद्दयप्पहुडि પદ્વ તિયા બોલિવ્યા ' - ભાગ-૧૪, પાના નં. 148, 150, 151. દર્શન સપ્તકનો ક્ષય કરીને ચારિત્રમોહનીયની ક્ષપણાનો પ્રારંભ કરતો જીવ યથાપ્રવૃત્તાદિ ત્રણ કરણ કરે છે. યથાપ્રવૃત્તકરણ પૂર્વે પણ છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકે હજારો વાર પરાવૃત્તિ કરે છે. છેલ્લી વાર જે સાતમુ ગુણસ્થાનક આવે છે તે યથાપ્રવૃત્તકરણ છે. જીવ યથાપ્રવૃત્તકરણ વિષે ક્ષપકશ્રેણિનું પ્રસ્થાન કરે છે. તે વખતે તે જીવની સ્થિતિ કેવી છે? તેની નીચેના દ્વારોથી વિચારણા કરાય છે. (1) પરિણામ - પરિણામ ઘણા જ વિશુદ્ધ હોય છે. અંતર્મુહૂર્ત પૂર્વેથી અનંતગુણ વિશુદ્ધિથી વધતો હોય (2) યોગ-ચાર મનના, ચાર વચનના અને ઔદારિક કાયયોગ એ નવમાંથી કોઈપણ યોગ હોય છે. (3) કષાય - સંજવલન ક્રોધાદિ ચાર કષાયમાંથી કોઈપણ એક કષાયનો ઉદય હોય છે. તે કષાય પણ ઉત્તરોત્તર હીયમાન હોય છે. (4) ઉપયોગ - એક મતે સાકારોપયોગમાં અને તેમાં પણ નિયમા હૃતોપયોગમાં વર્તમાન હોય છે. મતાંતરે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન - આ ચારમાંથી કોઈપણ એક ઉપયોગમાં વર્તમાન હોય છે. કષાયપ્રાભૃતચૂર્ણિમાં બન્ને મતોનો સંગ્રહ કર્યો છે - " ૩વો નિયમ સુકોવનુત્તો રોત્UT વાઢિ વઢવાણ ૩વસો સુ વા મવી વા વવરઘુવંસી વા વરઘુવંસવા ' - ભાગ૧૪, પાના નં. 157, 158.