________________ ૐ હ્રીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ ૐ હ્રીં શ્રી પરમગુરુદેવાય નમઃ ઐ નમ: ઉપશમનાકરણ ભાગ-૨ #પઠઍ અથધકાર અને પશ્ચિમરઠંધ અથધકાર વિસ્તૃત ગુજરાતી વિવેચન ક્ષપકશ્રેણિરૂપી ધ્યાનાગ્નિ વડે સકળ કર્મમળનો ક્ષય કરી જેઓએ કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કર્યું છે એવા શ્રીવીરવિભુને નમસ્કાર કરીને કષાયમામૃતાચૂર્ણિના ક્ષપકશ્રેણિ અધિકાર અને પશ્ચિમસ્કંધ અધિકારનું વિવેચન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ક્યાં અતિ જડ અને સ્થૂલ એવી મારી બુદ્ધિ અને ક્યાં અતિગહન અને ગંભીર એવો ક્ષપકશ્રેણિનો અને પશ્ચિમસ્કંધનો વિષય? બન્ને વચ્ચે ઘણુ અંતર હોવા છતા કેવળ ગુરુપ્રેરણાથી ઉત્તેજિત થઈને આ કાર્યનો પ્રારંભ કર્યો છે. ઉપશમનાકરણ, વિસ્તૃત ગુજરાતી વિવેચન, ભાગ-૧' માં પાના નં. 3 ઉપર નવ અર્થાધિકારો જણાવ્યા છે. તે આ મુજબ છે - 1) પ્રથમોપશમસમ્યક્તપ્રાપ્તિ અર્થાધિકાર. 2) દેશવિરતિલાભપ્રરૂપણા અથવા સંયમસંયમલબ્ધિ અર્વાધિકાર. 3) સર્વવિરતિલાભપ્રરૂપણા અથવા સંયમલબ્ધિ અર્થાધિકાર. 4) અનંતાનુબંધીવિસંયોજના અર્વાધિકાર. 5) દર્શનત્રિકની ક્ષપણા અથવા ક્ષાયિકસમ્યક્તપ્રાપ્તિ અર્થાધિકાર. 6) દર્શનત્રિકની ઉપશમના અથવા શ્રેણિગતઉપશમસમ્યક્તપ્રાપ્તિ અર્થાધિકાર. 7) ચારિત્રમોહનીયની ઉપશમના અથવા ઉપશમશ્રેણિ અર્થાધિકાર. 8) ચારિત્ર મોહનીયની ક્ષપણા અથવા ક્ષપકશ્રેણિ અર્થાધિકાર. 9) પશ્ચિમસ્કંધ અર્થાધિકાર. આમાંથી પહેલા સાત અર્થાધિકારોનું વિવેચન “ઉપશમનાકરણ, વિસ્તૃત ગુજરાતી વિવેચન, ભાગ-૧ માં અમે કરેલ છે. હવે આ ગ્રન્થમાં શેષ બે અર્થાધિકારોનું વિવેચન કરીશું. તેમાં પ્રથમ ચારિત્રમોહનીયની ક્ષપણા એટલે ક્ષપકશ્રેણિ અર્થાધિકારનું વિવેચન કરીએ છીએ.