________________ 24) કિટ્ટિકરણોદ્ધા કર્મ આમ અસત્કલ્પનાથી બારે સંગ્રહકિટ્ટિમાં બીજા સમયેદીયમાનદ્રવ્ય અને દૃશ્યમાન દ્રવ્યની પ્રરૂપણા કરી. જેવી રીતે કિટ્ટિકરણાદ્ધાના બીજા સમયે દીયમાન દ્રવ્ય અને દશ્યમાન દ્રવ્યની પ્રરૂપણા કરી તેવી રીતે કિટ્ટિકરણોદ્ધાના ચરમસમય સુધી દીયમાન દ્રવ્ય અને દશ્યમાન દ્રવ્યની પ્રરૂપણા જાણવી. સ્થિતિબંધ-અશ્વકર્ણકરણાદ્ધાના ચરમ સમયે સંજવલન ૪નો સ્થિતિબંધ 8 વર્ષ પ્રમાણ થતો હતો. તે પ્રત્યેક સ્થિતિબંધે ઉત્તરોત્તર અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્તધૂન થતા થતા કિષ્ટિકરણોદ્ધાના ચરમસમયે અંતર્મુહૂર્તાધિક ચાર માસ પ્રમાણ રહે છે. અશ્વકર્ણકરણોદ્ધાના ચરમસમયે શેષ કર્મોનો સ્થિતિબંધ સંખ્યાતા વર્ષ પ્રમાણ થતો હતો તે ઉત્તરોત્તર પ્રત્યેક સ્થિતિબંધ દ્વારા સંખ્યાતગુણહીન થતા થતા કિટ્ટિકરણોદ્ધાના ચરમસમયે પણ સંખ્યાતા વર્ષ પ્રમાણ રહે છે. સ્થિતિસત્તા- અશ્વકર્ણકરણોદ્ધાના ચરમસમયે ઘાતિ ની સ્થિતિસત્તા સંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ હતી અને અઘાતિ-૩ની સ્થિતિસત્તા અસંખ્ય વર્ષ પ્રમાણ હતી. તે ઓછી થતી થતી કિટ્ટિકરણાદ્ધાના ચરમસમયે મોહનીયની સ્થિતિસત્તા અંતર્મુહૂર્ત અધિક આઠ વર્ષ પ્રમાણ રહે છે, શેષ 3 ઘાતિકર્મોની સ્થિતિસત્તા સંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ રહે છે અને અધાતિકર્મોની સ્થિતિસત્તા અસંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ રહે છે. સ્થિતિબંધ સ્થિતિસત્તા મોહનીય | અંતર્મુહૂર્ત અધિક 4 માસ | અંતર્મુહૂર્ત અધિક 8 વર્ષ ઘાતી ત્રણ સંખ્યાતા વર્ષ સંખ્યાતા હજાર વર્ષ અઘાતી ત્રણ | સંખ્યાતા વર્ષ અસંખ્યાતા હજાર વર્ષ ઉદય - કિકિરણોદ્ધામાં રહેલ જીવ પૂર્વસ્પર્ધકોને અને અપૂર્વસ્પર્ધકોને વેદે છે, કિઠ્ઠિઓને વેદતો નથી. પૂર્વસ્પર્ધકો અને અપૂર્વસ્પર્ધકોની પ્રથમ સ્થિતિની આવલિકા શેષ રહે ત્યારે કિટ્ટિકરણોદ્ધા સમાપ્ત થાય છે. સર્વકિકિઓમાં રસ - સંજવલન લોભની જઘન્ય કિટ્ટિમાં રસ સૌથી ઓછો છે. તેના કરતા તેની બીજી કિટ્ટિમાં રસ અનંતગુણ છે. તેના કરતા તેની ત્રીજી કિટ્ટિમાં રસ અનંતગુણ છે. તેના કરતા તેની ચોથી કિટ્રિમાં રસ અનંતગુણ છે. એમ સંજવલન ક્રોધની સર્વોત્કૃષ્ટ રસવાળી ચરમ કિષ્ટિ સુધી ઉત્તરોત્તર કિષ્ટિનો રસ અનંતગુણ જાણવો. સંજવલન ક્રોધની સર્વોત્કૃષ્ટ રસવાળી ચરમકિષ્ટિ કરતા અપૂર્વસ્પર્ધકની પ્રથમ વર્ગણમાં રસ અનંતગુણ છે. કષાયપ્રાભૃતની ભાષ્યગાથામાં કહ્યું છે - 'गुणसेढी अणंतगुणा लोभादी कोधपच्छिमपदादो / कम्मस्स य अणुभागे किट्टीए लक्खणं एवं // 165 // ' - ભાગ 15, પાના નં. 58 કિટ્ટિકરણોદ્ધાના પ્રથમસમયથી સત્તાગત કર્મોના સ્થિતિ અને રસની અપવર્તન થાય છે, પરંતુ ઉદ્ધર્તના થતી નથી. આ ક્ષપકશ્રેણીમાં સમજવુ. તેવી જ રીતે ઉપશમશ્રેણીમાં પણ કિફ્રિકરણાદ્ધાથી માંડીયાવતુ સૂક્ષ્મ સંપરાયના ચરમ સમય સુધી માત્ર અપવર્તના જ થાય છે, ઉદ્વર્તના થતી નથી. ઉપશમશ્રેણીથી પડતા સૂક્ષ્મસંપાયના પ્રથમ સમયથી જ ઉદ્વર્તના-અપવર્તના બન્ને થાય છે. કષાયાભુતની ભાષ્યગાથામાં કહ્યું છે -