________________ 152 કિટ્ટિકરણોદ્ધા અલ્પરસવાળા દલિક હંમેશા વધારે હોય છે. તેનાથી વધુ રસવાળા દલિક ઓછા હોય છે. માટે ગોપુચ્છાકારે દલિટરચના કરવી જરૂરી છે. તેથી ગોપુચ્છાકાર કરવા જે દલિક અપાય છે તે ઉભયચયદ્રવ્ય કહેવાય છે. અહીં ચય એ કિટ્ટિકરણોદ્ધાના પહેલા સમયના ચય કરતા અસંખ્ય ગુણ છે, કેમકે કિટ્ટિકરણાદ્ધાના પહેલા સમયે અવાંતરકિઠ્ઠિઓમાં જે દલિક હતુ તે એવી રીતે રચાયુ હતુ કે જો એક દ્વિગુણહાનિના સ્થાન જેટલી કિટ્ટિ હોત તો તેટલી કિટ્ટિ પછી એ દલિક અડધુ થઇ જાત, હવે અહીં જે ઉત્કૃષ્ટ દ્રવ્યવાળી અપૂર્વકિષ્ટિ છે તે અસંખ્યગુણ દલિતવાળી છે અને તે પણ પૂર્વેના જેટલા કિટિંસ્થાનો ઓળંગે તો તે પછીની કિષ્ટિમાં દલિક અડધા આવે, માટે ચય અસંખ્યગુણ કરવો જ પડે, નહિ તો દ્વિગુણહાનિસ્થાનનો આયામ અસંખ્ય ગુણ કરવો પડે, પણ તે ઇષ્ટ નથી, માટે કિષ્ટિકરણાદ્ધાના બીજા સમયનો ચય પહેલા સમયના ચય કરતા અસંખ્યગુણ થાય છે. 4. મધ્યમખંડદ્રવ્ય - બીજા સમયના અપકૃષ્ટદ્રવ્યમાંથી આ રીતે ત્રણ દ્રવ્યોનો નિક્ષેપ કરી શેષ દ્રવ્યને સર્વકિઠ્ઠિઓમાં સમાન ભાગે નાંખવું. આ રીતે દરેક કિટ્ટિમાં પ્રાપ્ત થતુદ્રવ્ય તે મધ્યમખંડદ્રવ્ય છે. સર્વકિઠ્ઠિઓના મધ્યમખંડોનું દ્રવ્ય ભેગુ કરીએ તે સર્વ મધ્યમખંડદ્રવ્ય. પ્રશ્ન - ઉપરના ત્રણ દ્રવ્યો વહેંચવાથી નવો ગોપુચ્છ થઈ જાય છે તો પછી દરેક કિટ્રિમાં મધ્યમખંડ આપવાની શી જરુર છે? જવાબ - પૂર્વેની ઉત્કૃષ્ટ દલિકવાળી કિટ્ટિના દલિક જેટલા દલિકવાળી અસંખ્યાતમા ભાગ જેટલી જ નવી કિઠ્ઠિઓ થાય છે, જયારે બીજા સમયે કિઠ્ઠિઓના ભાગે દ્રવ્ય તો અસંખ્યગુણ પ્રાપ્ત થાય છે. હવે જે દ્રવ્ય ત્રણ રીતે વહેંચાયુ છે તે તો એક અસંખ્યાતમા ભાગ જેટલુ જ થયું, કેમકે અધસ્તનશીર્ષીયદ્રવ્ય અને ઉભયચયદ્રવ્ય તો અધસ્તનકિટ્રિદ્રવ્ય કરતા પણ અનંતમા ભાગે છે. માટે હવે જે શેષ દ્રવ્ય છે તે સર્વકિટ્ટિાઓમાં વહેંચવુ જોઇએ અને તે એવી રીતે વહેંચવુ કે જેથી ગોપુચ્છાકાર તૂટે નહીં. સર્વ પૂર્વકિઠ્ઠિઓ અને અપૂર્વકિષ્ટિઓની સંખ્યાથી શેષ દ્રવ્યને ભાગતા જે આવે તે મધ્યમખંડદ્રવ્ય છે. તે સર્વ કિઠ્ઠિઓમાં 1-1 અપાય છે. આમ પૂર્વકિઠ્ઠિઓમાં અને અપૂર્વકિઠ્ઠિઓમાં આ ચાર પ્રકારના દ્રવ્યનો નિક્ષેપ થાય છે. આમાં અધસ્તનશીર્ષીયદ્રવ્ય સૌથી થોડુ છે. તેના કરતા ઉભયચયદ્રવ્ય અસંખ્યગુણ છે. તેના કરતા અધસ્તનકિશ્ચિદ્રવ્ય અનંતગુણ છે. તેના કરતા મધ્યમખંડદ્રવ્ય અસંખ્યગુણ છે. અસત્કલ્પનાએ બારે સંગ્રહકિટ્ટિમાં અધસ્તનશીર્ષીયદ્રવ્ય વગેરે ચારે પ્રકારના દ્રવ્યનું નિરૂપણ અસત્કલ્પનાએ કિટ્ટિકરણોદ્ધાના પ્રથમ સમયે અમુક દલિક ગ્રહણ કરી તેમાંથી 920 કિટિઓની રચના કરે છે. તેમાં બારે સંગ્રહકિઠ્ઠિઓની અવાંતરકિઠ્ઠિઓ આ પ્રમાણે રચે છે -