________________ કિટ્ટિકરણોદ્ધા 149 હિંદી ટીકા-મંતવૃષ્ટિૉ પૂર્વસ્પર્ધી પ્રથમવા વિર્ષે વિથ દ્રવ્ય ૩નંતUT પટતા હૈનાતે તહાં મિા વિષે ટુવ્યર્થાનિવ મા તીતીક્ષા પ્રમાહો હૈં.' - ગાથા 505 ની ટીકા. આમ પૂર્વ પૂર્વ કિટ્ટિ કરતા ઉત્તરોત્તર કિટ્રિમાં દ્રવ્ય અનંતમો ભાગ હીન અપાય છે, પણ દરેક સંગ્રહકિટ્ટિની ચરમ અપૂર્વકિટ્ટિ કરતા પ્રથમ પૂર્વકિટ્ટિમાં દ્રવ્ય અસંખ્યાતમો ભાગ ન્યૂન અપાય છે તથા પૂર્વેની સંગ્રહકિટ્ટિની ચરમ પૂર્વકિષ્ટિ કરતા પછીની સંગ્રહકિટ્ટિની પ્રથમ અપૂર્વકિટ્ટિમાં દ્રવ્ય અસંખ્યાતમો ભાગ અધિક અપાય છે. આમ બીજા સમયે બાર સ્થાનોમાં - દરેક સંગ્રહકિટ્ટિની પ્રથમ પૂર્વકિટ્રિમાં - અસંખ્યાતમો ભાગ ન્યૂન પ્રમાણ દ્રવ્ય અપાય છે અને અગિયાર સ્થાનોમાં - સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિર સિવાયની શેષ અગિયાર સંગ્રહકિટ્ટિઓની પ્રથમ અપૂર્વકિટ્ટિમાં - અસંખ્યાતમો ભાગ અધિક પ્રમાણ દ્રવ્ય અપાય છે. શેષસ્થાનોમાં અનંતમો ભાગ ન્યૂન દ્રવ્ય અપાય છે. બીજા સમયે દીયમાન દ્રવ્યની આ 23 ઉષ્ટ્રકૂટની શ્રેણિ થઇ, કેમકે દીયમાન દ્રવ્યનો ઉંટની પીઠની જેમ ઓછાવત્તાનો ક્રમ છે. દેશ્યમાન દ્રવ્ય - બીજા સમયે અપૂર્વકિઠ્ઠિઓ અને પૂર્વકિઠ્ઠિઓ - સર્વ કિઠ્ઠિઓને અનંતગુણ અધિક રસના ક્રમે ગોઠવી દેવી. તે વખતે ઉત્તરોત્તર કિટ્ટિમાં દશ્યમાન દ્રવ્ય વિશેષહીન એટલે કે અનંતમો ભાગ હીનના ક્રમે હોય છે. પ્રથમ કિષ્ટિ કરતા બીજી કિટ્રિમાં અનંતમો ભાગ ન્યૂન દ્રવ્ય હોય છે, તેના કરતા ત્રીજી કિષ્ટિમાં અનંતમો ભાગ ન્યૂન દ્રવ્ય છે, એમ ચરમ કિષ્ટિ સુધી એક જ ક્રમ સમજવો. પ્રશ્ન -બીજા સમયે અપૂર્વકિઠ્ઠિઓમાં દીયમાન દ્રવ્ય અને દશ્યમાનદ્રવ્ય એક જ છે. જ્યારે પૂર્વકિટ્ટિઓમાં દિયમાન દ્રવ્ય અને સત્તાગત દ્રવ્ય એ બંનેનો સરવાળો કરીએ એ દશ્યમાન દ્રવ્ય છે. તો પછી અપૂર્વકિઠ્ઠિઓ કરતા પૂર્વકિઠ્ઠિઓમાં દશ્યમાન દ્રવ્ય વધુ કેમ નહીં? જવાબ - ચરમ અપૂર્વકિષ્ટિ કરતા તેની પછીની પ્રથમ પૂર્વકિટ્ટિમાં દીયમાન દ્રવ્ય અસંખ્યાતમો ભાગ ન્યૂન હોવા છતાં તે પૂર્વેના સત્તાગત દલિક કરતા અસંખ્યાતગુણ છે. એટલે કે પ્રથમ પૂર્વકિટ્રિમાં દીયમાન દલિક કરતા સત્તાગત દલિક અસંખ્યાતમા ભાગ જેટલું છે. તેથી પ્રથમ પૂર્વકિટ્ટિનું દીયમાન દલિક અને સત્તાગત દલિક બન્ને ભેગુ કરીએ તો પણ ચરમ અપૂર્વકિષ્ટિના દશ્યમાન દલિક કરતા તે પ્રથમ પૂર્વકિષ્ટિનું દશ્યમાન દ્રવ્ય વિશેષહીને જ રહે છે. તેવી જ રીતે ચરમ પૂર્વકિટ્ટિના દીયમાન દ્રવ્ય કરતા તેની પછીની અપૂર્વકિટ્ટિમાં અસંખ્યાતમો ભાગ અધિક દલિક અપાય છે, છતા ચરમ પૂર્વકિટ્ટિમાં પૂર્વેનું સત્તાગત દલિક દીયમાન દલિકના અસંખ્યાતમા ભાગ જેટલુ વિદ્યમાન હોય છે, તેથી દશ્યમાન દલિકમાં ચરમ પૂર્વકિષ્ટિ કરતા પ્રથમ અપૂર્વકિષ્ટિમાં વિશેષહીનનો ક્રમ ચાલુ રહે છે. 1. વારમwત પુત્રારિ સપુત્રાદિ સેતુ તેવી કંટફૂડ રિન્ને વિશે મviતમાપૂ પ૦૫ા' - ક્ષપણાસાર 2. સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિષ્ટિની પ્રથમ અપૂર્વકિષ્ટિની પૂર્વે કોઇ કિટ્ટિ ન હોવાથી તેમાં અધિક દ્રવ્ય કે ન્યૂન દ્રવ્યની કોઈ જાતની પ્રરૂપણા કરવાની રહેતી નથી.