________________ 148 કિટ્ટિકરણોદ્ધા કરતા વિશેષહીન (અનંતમો ભાગ ન્યૂન) છે. સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિષ્ટિની ચરમ પૂર્વકિષ્ટિના દ્રવ્ય કરતા સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિષ્ટિની પ્રથમ અપૂર્વકિટ્રિમાં દ્રવ્ય વિશેષાધિક (અસંખ્યાતમો ભાગ અધિક) છે. તેના કરતા સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિટ્ટિની બીજી અપૂર્વકિટ્રિમાં દ્રવ્ય વિશેષહીન (અનંતમો ભાગ ન્યૂન) છે. તેના કરતા સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિટ્ટિની ત્રીજી અપૂર્વકિટ્ટિમાં દ્રવ્ય વિશેષહીન (અનંતમો ભાગ ન્યૂન) છે. એમ સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિટ્ટિની ચરમ અપૂર્વકિટ્ટિ સુધી ઉત્તરોત્તર કિટ્રિમાં દ્રવ્ય પૂર્વ પૂર્વ કિટ્ટિના દ્રવ્ય કરતા વિશેષહીન (અનંતમો ભાગ ન્યૂન) છે. સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિટ્ટિની ચરમ અપૂર્વકિષ્ટિના દ્રવ્ય કરતા સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ પૂર્વકિટ્ટિમાં દ્રવ્ય વિશેષહીન (અસંખ્યાતમો ભાગ ન્યૂન) છે. તેના કરતા સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિટ્ટિની બીજી પૂર્વકિટ્ટિમાં દ્રવ્ય વિશેષહીન (અનંતમો ભાગ ન્યૂન) છે. તેના કરતા સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિષ્ટિની ત્રીજી પૂર્વકિમિ દ્રવ્ય વિશેષહીન (અનંતમો ભાગ ન્યૂન) છે. એમ સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિટ્ટિની ચરમ પૂર્વકિટ્ટિ સુધી ઉત્તરોત્તર કિટ્ટિમાં દ્રવ્ય પૂર્વ પૂર્વ કિષ્ટિના દ્રવ્ય કરતા વિશેષહીન (અનંતમો ભાગ ન્યૂન) છે. સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિટ્ટિની ચરમ પૂર્વકિટ્ટિના દ્રવ્ય કરતા સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ અપૂર્વકિષ્ટિમાં દ્રવ્ય વિશેષાધિક (અસંખ્યાતમો ભાગ અધિક છે). તેના કરતા સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિની બીજી અપૂર્વકિટ્ટિમાં દ્રવ્ય વિશેષહીન (અનંતમો ભાગ ન્યૂન) છે. તેના કરતા સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિની ત્રીજી અપૂર્વકિટ્ટિમાં દ્રવ્ય વિશેષહીન (અનંતમો ભાગ ન્યૂન) છે. એમ સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિની ચરમ અપૂર્વકિટ્ટિ સુધી ઉત્તરોત્તર કિટ્ટિમાં દ્રવ્ય પૂર્વ પૂર્વ કિટ્ટિના દ્રવ્ય કરતા વિશેષહીન (અનંતમો ભાગ ન્યૂન) છે. સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિની ચરમ અપૂર્વકિટ્ટિના દ્રવ્ય કરતા સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિષ્ટિની પ્રથમ પૂર્વકિષ્ટિમાં દ્રવ્ય વિશેષહીન (અસંખ્યાતમો ભાગ ન્યૂન) છે. તેના કરતા સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિની બીજી પૂર્વકિટ્રિમાં દ્રવ્ય વિશેષહીન (અનંતમો ભાગ ન્યૂન) છે. તેના કરતા સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિની ત્રીજી પૂર્વકિટ્ટિમાં દ્રવ્ય વિશેષહીન (અનંતમો ભાગ ન્યૂન) છે. એમ સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિની ચરમ પૂર્વકિષ્ટિ સુધી ઉત્તરોત્તર કિટિમાં દ્રવ્ય પૂર્વ પૂર્વ કિષ્ટિના દ્રવ્ય કરતા વિશેષહીન (અનંતમો ભાગ ન્યૂન) છે. સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિની ચરમ પૂર્વકિટ્ટિના દ્રવ્ય કરતા અપૂર્વસ્પર્ધકની પ્રથમ વર્ગણામાં અનંતગુણહીન દ્રવ્ય અપાય છે. ક્ષપણાસારમાં કહ્યું છે - 'पुव्वादिम्हि अपुव्वा पुव्वादि अपुव्वपढमगे सेसे / दिज्जदि असंखभागेणूणं अहियं अणंतभागूणं // 504 // '