________________ 144 કિટ્ટિકરણોદ્ધા અહીં જેવી રીતે સંજવલન લોભની ત્રણ સંગ્રહકિટ્ટિઓની પ્રથમ સમયની અવાંતરકિટ્ટિઓની પહેલા બીજા સમયની અવાંતરકિઠ્ઠિઓ બતાવી છે, તેવી જ રીતે સંજવલન માયાની, સંજવલન માનની અને સંજવલન ક્રોધની પણ ત્રણ સંગ્રહકિટ્ટિઓની પ્રથમ સમયની અવાંતરકિઠ્ઠિઓની પહેલા બીજા સમયની અવાંતરકિઠ્ઠિઓ સમજી લેવી. હવે બીજા સમયે પ્રત્યેક કિટ્રિમાં દીયમાન દ્રવ્ય તથા દૃશ્યમાન દ્રવ્યની પ્રરૂપણા કરાય છે. દયમાન દ્રવ્ય - સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિષ્ટિની સર્વજઘન્ય રસવાળી અપૂર્વકિટ્ટિમાં દ્રવ્ય ઘણું છે. તેના કરતા સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની બીજી અપૂર્વકિટ્ટિમાં દ્રવ્ય વિશેષહીન (અનંતમો ભાગ ન્યૂન) છે. તેના કરતા સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની ત્રીજી અપૂર્વકિટ્ટિમાં દ્રવ્ય વિશેષહીન (અનંતમો ભાગ ન્યૂન) છે.એમ સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની ચરમ અપૂર્વકિટ્ટિ સુધી ઉત્તરોત્તર કિટ્ટિમાં દ્રવ્ય પૂર્વ પૂર્વ કિટ્ટિના દ્રવ્ય કરતા વિશેષહીન (અનંતમો ભાગ ન્યૂન) હોય છે. સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની ચરમ અપૂર્વકિટ્ટિના દ્રવ્ય કરતા સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની પ્રથમ પૂર્વકિટ્ટિમાં દ્રવ્ય વિશેષહીન (અસંખ્યાતમો ભાગ ન્યૂન) છે. તેના કરતાં સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિષ્ટિની બીજી પૂર્વકિટ્ટિમાં દ્રવ્ય વિશેષહીન (અનંતમો ભાગ ન્યૂન) છે. તેના કરતા સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની ત્રીજી પૂર્વકિટ્રિમાં દ્રવ્ય વિશેષહીન (અનંતમો ભાગ ન્યૂન) છે. એમ સંજ્વલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની ચરમ પૂર્વકિટ્ટિ સુધી ઉત્તરોત્તર કિટ્ટિમાં દ્રવ્ય પૂર્વ પૂર્વ કિટ્ટિના દ્રવ્ય કરતા વિશેષહીન (અનંતમો ભાગ ન્યૂન) છે. સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની ચરમ પૂર્વકિષ્ટિના દ્રવ્ય કરતા સંજવલન લોભની બીજી સંગ્રહકિષ્ટિની પ્રથમ અપૂર્વકિટ્ટિમાં દ્રવ્ય વિશેષાધિક (અસંખ્યાતમો ભાગ અધિક) છે. તેના કરતા સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિની બીજી અપૂર્વકિટ્ટિમાં દ્રવ્ય વિશેષહીન (અનંતમો ભાગ ન્યૂન) છે. તેના કરતા સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિની ત્રીજી અપૂર્વકિટ્ટિમાં દ્રવ્ય વિશેષહીન (અનંતમો ભાગ ન્યૂન) છે. એમ સંજ્વલન લોભની બીજી સંગ્રહકિટ્ટિની ચરમ અપૂર્વકિટ્ટિ સુધી ઉત્તરોત્તર કિટ્ટિમાં દ્રવ્ય પૂર્વ પૂર્વ કિટ્ટિના દ્રવ્ય કરતા વિશેષહીન (અનંતમો ભાગ ન્યૂન) છે. - સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિની ચરમ અપૂર્વકિટ્ટિના દ્રવ્ય કરતા સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ પૂર્વકિટ્રિમાં દ્રવ્ય વિશેષહીન (અસંખ્યાતમો ભાગ ન્યૂન) છે. તેના કરતા સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિની બીજી પૂર્વકિટ્ટિમાં દ્રવ્ય વિશેષહીન (અનંતમો ભાગ ન્યૂન) છે. તેના કરતા સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિની ત્રીજી પૂર્વકિટ્ટિમાં દ્રવ્ય વિશેષહીન (અનંતમો ભાગ ન્યૂન) છે. એમ સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિની ચરમ પૂર્વકિષ્ટિ સુધી ઉત્તરોત્તર કિષ્ટિમાં દ્રવ્ય પૂર્વ-પૂર્વ કિટ્ટિના દ્રવ્ય કરતા વિશેષહીન (અનંતમો ભાગ ન્યૂન) છે. સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિની ચરમ પૂર્વકિટ્ટિના દ્રવ્ય કરતા સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ અપૂર્વકિટ્ટિમાં દ્રવ્ય વિશેષાધિક (અસંખ્યાતમો ભાગ અધિક) છે. તેના કરતા સંજવલન 1. અપૂર્વકિટ્ટિ એટલે તે સમયે કરેલ કિષ્ટિ. 2. પૂર્વકિષ્ટિ એટલે પૂર્વના સમયે કરેલ કિટ્ટિ.