________________ 78 કિટ્ટિકરણોદ્ધા તેના કરતા સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિષ્ટિનું ચોથુ કિટ્રિઅંતર અનંતગુણ છે. એમ સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિષ્ટિના ચરમ કિટ્રિઅંતર સુધી ઉત્તરોત્તર કિટ્રિઅંતર પૂર્વ-પૂર્વ કિટ્રિઅંતર કરતા અનંતગુણ છે. સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિટ્ટિની ચરમ કિટ્ટિ અને ત્રીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ કિટ્ટિ વચ્ચેનું અંતર ન કહેવુ, કેમકે તે સંગ્રહકિટ્રિઅંતર છે અને તે આગળ કહેવાશે. સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિટ્ટિના ચરમ કિટ્રિઅંતર કરતા સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિનું પ્રથમ કિટ્રિઅંતર અનંતગુણ છે. તેના કરતા સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિનું બીજુ કિટ્રિઅંતર અનંતગુણ છે. તેના કરતા સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિષ્ટિનું ત્રીજુ કિટ્રિઅંતર અનંતગુણ છે. તેના કરતા સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિષ્ટિનું ચોથુ કિટ્રિઅંતર અનંતગુણ છે. એમ સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિષ્ટિના ચરમ કિટ્રિઅંતર સુધી ઉત્તરોત્તર કિટ્રિઅંતર પૂર્વ-પૂર્વ કિટ્રિઅંતર કરતા અનંતગુણ છે. સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિના ચરમ કિટ્રિઅંતર (સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિની ચરમ કિટ્ટિના રસાણ : સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિની દ્વિચરમ કિટ્ટિના રસાણ) કરતા સંજવલન લોભનું પ્રથમ સંગ્રહકિટ્રિઅંતર (સંજવલન લોભની બીજી સંગ્રહકિષ્ટિની પ્રથમકિટ્ટિના રસાણ - સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિષ્ટિની ચરમ કિટ્ટિના રસાણ) અનંતગુણ છે. તેના કરતા સંજવલન લોભનું બીજુ સંગ્રહકિટ્રિઅંતર (સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ કિષ્ટિના રસાણ - સંજવલન લોભની બીજી સંગ્રહકિટિની ચરમ કિષ્ટિના રસાણ) અનંતગુણ છે. તેના કરતા સંજવલન લોભનું ત્રીજુ સંગ્રહકિટ્રિઅંતર અનંતગુણ છે. તેના કરતા સંજવલન લોભ અને સંજવલન માયાનું અંતર (સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની ચરમ કિષ્ટિ અને સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિટ્ટિની પ્રથમ કિષ્ટિનું અંતર) અનંતગુણ છે તેના કરતા સંજવલન માયાનું પ્રથમ સંગ્રહકિટ્રિઅંતર (સંજવલન માયાની બીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ કિટ્ટિના રસાણ - સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિટ્ટિની ચરમ કિટ્ટિના રસાણ) અનંતગુણ છે. તેના કરતા સંજવલન માયાનું બીજુ સંગ્રહકિટ્રિઅંતર (સંજવલન માયાની ત્રીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ કિષ્ટિના રસાણ સંજવલન માયાની બીજી સંગ્રહકિટ્ટિની ચરમ કિટ્ટિના રસાણ) અનંતગુણ છે. તેના કરતા સંજવલન માયાનું ત્રીજુ સંગ્રહકિટ્રિઅંતર અનંતગુણ છે. તેના કરતા સંજવલન માયા અને સંજવલન માનનું અંતર (સંજવલન માયાની ત્રીજી સંગ્રહકિષ્ટિની ચરમ કિષ્ટિ અને સંજવલન માનની પ્રથમ સંગ્રહકિષ્ટિની પ્રથમ કિષ્ટિનું અંતર) અનંતગુણ છે. 1. ત્રીજા સંગ્રહકિટ્રિઅંતરના અર્થની વિચારણા આગળ કરાશે.