________________
ચાંગદેવને દીક્ષા મહત્સવ ] *
૧૧ આચાર્યશ્રીએ પિતાના શિષ્ય તરીકે દીક્ષા આપી. તેનું નામ સોમચંદ્ર મુનિ રાખવામાં આવ્યું. આ સમયે તેના માતા પિતાએ તેમજ ધંધુકાના શ્રી સંઘે તેમજ પાટણ વિગેરે દુરદુરથી હજારે શ્રાવક સમુદાયે પુરતી હાજરી આપી હતી. દીક્ષા પ્રસંગે ખંભાતના શ્રી સંઘે અપૂર્વ લહાણ લીધી હતી. જેમાં બ્રાહ્મણ પંડિત. કવિશ્વરો, અને સર્વે જાતિઓએ, આ પૂર્વ સંસ્કારી બાળ દિક્ષીત મુનીરાજની દીક્ષામાં હાજરી આપી હતી. મંત્રીશ્વર ઉદયન મંત્રી તે પુલ્યા સમાતા નહતા. તેમને મન તે જૈન શાસનનો ભાણુ આકાશમાં ન ઉગે હોય. એટલે હર્ષિત થતું હતું.
નવ દીક્ષિત સેમચંદ્ર મુનીને જોઈ જેના બત્રીસે કોઠે અમીરસ સીંચાયે હતે એવા ઉદયન મંત્રીએ ? આ સમયે આ દીક્ષામા પિતાની ધાર્મિક ગૌરવતા દાખવી હતી. જેમાં તે સમજતા હતા કે '' ભવિષ્યમાં આ મુનીરાજ ગુજરાતનાં નાથની ગરજ સારનાર અલોકિક એક મહાન વિભૂતિ બનવાના છે જેમના હાથે જ ગુજરાતનું ભાવી સંસ્કારીક બનવાનું છે. વનરાજ ચાવડાનું રક્ષણ કરનાર શ્રી શીલગુણસૂરીનું વ્યવહાર ચાતુયતાનું ભાન શ્રી. દેવચંદ્રસૂરિમાં આ સમયે તેમને પ્રત્યક્ષ દેખાયું.
- સોમચંદ્ર મુની જોતજોતામાં સાધુ ધર્મની આવશ્યક ક્રિયામાં પારંગત બની ગયા. ખાણમાંથી નીકળેલા પાણીદાર હીરાને પાસા પાડતાં જેમ તે ઝળહળી ઉઠે છે તેમ, સોમચંદ્રમુનિનું તેજ અધિકાધિક દીપ્તિમાન થવા લાગ્યું. તેમની બુદ્ધિ એવી તીક્ષણ હતી કે દીર્ધ પર્યાયી સાધુને જે વસ્તુ ગ્રહણ કરવી કઠિન જણાતી તે સોમચંદ્ર મુની સહજમાં પ્રાપ્ત કરી લેતા. શ્રી દેવચંદ્ર સૂરીની દેખરેખ નીચે સોમચંદ્ર મુનિ સંયમ માર્ગમાં પ્રયાણ કરવા લાગ્યા.
ચાંગદેવની દીક્ષા અંગે ચોરી છુપી નાસ ભાગ વગેરેનાં જે જાતના કથાનુવાદો વર્તમાન ઇતિહાસકારોએ તેમજ ચરીત્રકારોએ વર્ણવેલા છે તેવું કઈપણ જાત અગ્ય વર્તન ચાંગદેવની દીક્ષાને અંગે બનવા પામ્યું જ નથી. નોવેલ લખનારાઓએ તેઓના અંગે સંયમ જાળવી લખવું જોઈએ.