________________
પ્રકરણ ૩ જ.
'
=
ચાંગદેવને દિક્ષા મહોત્સવ
: ચાગદેવના પિતા ચાચીંગ શેઠ પરદેશથી સ્વગૃહે (ધંધુકા) આવ્યા ચાંગદેવને ખંભાત લઈ ગયાની માહિતી મળતાં તે અતિશય કોપાયમાન થયા, અને કેઈપણ હીસાબે પુત્રને લઈ આવવા તે શીધ્ર ખંભાત ગયાં. અહીં મહાન બુદ્ધિ નિધાન ઉદયન મંત્રીશ્વરે ચાચીંગશેઠને સમજાવવામાં તેમજ તેમનું બહુમાન સાચવવામાં જરા પણ કચાસ રાખી નહિ.
ઉદયન મંત્રીએ ચાચીંગ શેઠને જણાવ્યું કે-“આપ ચાંગદેવના બદલામાં ત્રણ લાખ સુવર્ણ મહોર મારા તરફથી ગ્રહણ કરી પુત્રમોહને ત્યાગ કરે. જેને માટે આપ જરા પણ હૃદયમાં ઓછું લાવશે નહી, કારણ કે તે દ્રવ્યથી તમે પણ ધર્મકાર્ય કરી શકશો ” આ પ્રમાણે કહી ઉદયન મંત્રીએ ત્રણ લાખ દીનાર અને બહુમૂલ્ય વસ્ત્રોની પહેરામણું અતિશય પ્રેમથી નજરાણું તરીકે મૂકી, અને ચાંગદેવની માગણું શાસન સંરક્ષણાર્થે કરી. '
જવાબમાં ચાચીંગશેઠે જણાવ્યું કે “ આવા પ્રસંગોએ એક ક્ષત્રીયનાં મૂલ્ય તરીકે ૧૦૦૦ હતી અને ૧૭૫૦ ઘડાઓ, તેમજ અત્યંત સાધારણ સ્થિતિના વાહિતને (બ્રાહ્મણ) પણ પૂર્વકાળે રાજ્ય તરફથી બાળકનાં બદલામાં ૯૯ હાથીએ, કે જેની કીંમત ૯૯ લાખ થાય છે તે, જરૂરીયાતને પ્રસંગે આપવામાં આવેલ છે. ત્યારે તેના બદલામાં તમે રાજ્યના મહા અમાત્ય થઈ ફકત ત્રણ લાખ જ દીનાર આપે છે? આમાં તે તમે ઉપકાર બદલે કૃપતા બતલાવો છો ! પરતુ મહાનુભાવ ! મારો પુત્ર છે આ સર્વથી અમૂલ્ય છે.
આ પ્રમાણેની તમારી ભકિત તેજ મારે માટે કલ્યાણ કરનારી છે. અને દ્રવ્યસંચય એ પણ મને શીવનિર્માલ્ય છે. એટલું જ નાહ પણ તે અસ્પૃશ્ય છે.
આ પ્રમાણે ચાચિંગ શેઠના જવાબથી સાનંદાશ્ચર્ય યુકત થએલ મંત્રીસ્વરે ઉભા થઈ તેમને આલિંગન કર્યું, અને ધન્યવાદ આપી કહ્યું કે, “આપે