________________
જ આ નમ:
મહાન ગુજરાત
ભાગ ૧ લે ખંડ ૧ લે
પ્રકરણ ૧ લું ગુર્જરભૂમિની ગૌરવગાથા અને ચાંગદેવનો જન્મ.
निःस्सीम प्रतिभैक जीवितधरौ निःशेष भूमिस्पृशां पुण्यौधेन सरस्वती सुरगुरू स्वांगैकरूपादधत् । यःस्याद्वादमसाधयन् निजवपुर्दष्टान्ततः सोऽस्तु मे सदबुद्ध्यम्बुनिधि प्रबोधविधये श्रीहेमचंद्रः प्रभुः ॥१॥ ये हेमचंद्र मुनिमेतदुक्त ग्रंथार्थसेवामिषतः श्रयन्ते । संप्राप्यते गौरवमुज्वलानां पदं कलानामुचितं भवन्ति ॥२॥
मलिषेण-स्याद्वाद मंजरी. ભાવાર્થ-જેમણે સર્વ પૃથ્વીવાસીઓના પુરાશિને લઇને અસીમ પ્રતીભાથી એક જીવિત ધરનાર સરસ્વતી અને સુરગુરુ બન્નેને પિતાના શરીરમાં એકરૂપ કરીને ધારણ કરેલ છે એવા, અને સ્યાદ્વાદને સાધનારા શ્રી હેમચંદ્ર પ્રભુ સદ્દબુદ્ધિના સાગરને જાણવાની વિધિ માટે પિતાના શરીરના દૃષ્ટાંતરૂપ મને થાઓ.-૧
જેઓ ઉકત ગ્રંથના અર્થની આચરણાના મિષથી શ્રી હેમચંદ્રમુનિને આશ્રય લે છે તેઓ ગૌરવ પ્રાપ્ત કરીને ઉજવેલ કલાઓના ઉચિત સ્થાનરૂપ બને છે,–૨