SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ મહાન ગુજરાત ] સ્વીકારે છે. ત્યાર પછી મહારાજા કુમારપાળે જીવના અંત સુધી ચુસ્ત પણે જેન ધર્મનું પાલન કર્યું. ( ૩ ). પ્રભાસ પાટણના શિવમંદીરનો જીર્ણોધ્ધાર એક વખત રાજસભામાં પ્રભાસપાટણથી રાજપુરોહિતે આવી વિનંતિ કરી જણાવ્યું કે “હે મહારાજ? દેવકાપાટણનું ( પ્રભાસપાટણ) સેમેશ્વર મહાદેવનું દેહરૂ પડી ગયું છે. જેના જીર્ણોદ્ધારની ખાસ આવશ કયતા છે. આ સમયે સૂરિશ્વરશ્રી રાજસભામાં વિધ્યમાન હતા. જેમને રાજવીને આ જીર્ણોદ્ધારનું મહાન કાર્ય પુરૂ ન થાય ત્યાં સુધી “માસાંહાર ત્યાગનું” તેમજ બ્રહ્મચર્ય પાલનનું મહાન વૃત લેવરાવ્યું. લગભગ ૨ વર્ષના ગાળાબાદ-સોમેશ્વર મહાદેવનાં મંદીરને છણે દ્વાર પુર્ણ થયાના સમાચારે. મળતા,-મહારાજા કુમારપાળે સૂરિશ્રીને આગ્રહ પુર્વક તીર્થયાત્રા સાથે આવવા વિનંતી કરી.-ગુર્જશધિપતિએ સુરીશ્રી માટે-ખાસ પાલની સાથે રાખી. તેમાં તેમને બે સવા આગ્ર કર્યો. સૂરિશ્રીએ જવાબમાં જણાવ્યું કે “હે રાજન? સારી તબીયત અને છતી શકતએ, કેઈપણ ચીજને ઉપયોગ-સાધુઓ માટે આચાર વિરૂધ્ધ ગણાય, તેમ જ સાધુઓ માટે પાલખીને બદલે ડોલીને જ ઉપયોગ થઇ શકે, પણ પાલખીને તે નહિ. આ પ્રમાણે જણાવી, તેઓ કુમારપાળથી જુદા પડયા. અને શેત્રજવ, ગિરનાર, વગેરે સ્થળોએ યાત્રા કરી પ્રભાસ પાટણ આવ્યા. આ લગોલગમાં મહારાજા કુમારપાળ પણ ત્યાં આવી પહોંચ્યા અહી સેમેશ્વર મહાદેવની સનમુખ રાજપુરોહીતે, સામંતે તેમજ હાજર રહેલ ભકત સમુદાયની હાજરીમાં સુરીશ્રીએ મહાદેવ સ્તોત્રની ખાસ રચના કરી. તેમજ સ્તુતિ કરી. આ પ્રમાણેની તેમની સ્તુતિ સાંભળી રાજવી તથા બ્રહ્મદે હર્ષિત થયા. પછી તેજ દીવસે બરોબર મધ્યરાત્રીએ સુરિશ્રી એ મંત્ર પ્રભાવથી, શાક્ષાત મહાદેવના દર્શન સર્વેને કરાવ્યા. આ સમયે કુમારપાળે મડદેવને પુછયુ કે “ખરે ધર્મ કર્યો છે તે બતલા” ? જવાબમાં મહાદેવે કહ્યું કે હે રાજન? તને ધર્મની પ્રાપ્તિ બ્રહ્મ જેવા હેમચંદ્રાચાર્યથી જ થશે.”
SR No.023308
Book TitleMahan Gujaratno Suvarna Yug ane Kalikal Sarvagna Shree Hemchandracharya Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1949
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy