________________
૧૮૨
*
[મહાન ગુજરાત સૂરિશ્રીની અમર કૃતિને કીર્તિવંત બનાવવા બ્રાહ્મણ પંડીતની સલાહથી પાટણનરેશે આ ગ્રંથને કાશ્મિરદેશમાં સરસ્વતિના મંદિરે મંત્રીશ્વરો સાથે મોકલ્યો.
જ્યાં કાશ્મિર નરેશ અને ત્યાંના પંડીતની હાજરીમાં શ્રી સરસ્વતિ માતાના પ્રસાદથી, કળિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિના હસ્તે લખાએલ આ ગ્રંથને, ચંદ્ર કુંડમાં પધરાવવામાં આવ્યો. ઘડી બે ઘડીમાં તે જાણે અદ્ધર રીતે સાક્ષાત માતાએ ઝીલી ને લીધે હોય તે પ્રમાણે આ ગ્રંથ કેરો સુવર્ણના થાળમાં કુંકુમ પુષ્પ તેમજ અક્ષતથી પુછત થએલ તરી આવ્યું. આ પ્રમાણે બનેલ અદ્દભુત ઘટનાથી વ્યાકરણ ગ્રંથની તેમજ તેના કૃતિકારની ખુદ કાશિમર નરેશે અને શાસ્ત્રીઓએ પણ મુકતકંઠે પ્રશંસા કરી. રાજવીએ મંત્રીશ્વર વિગેનું બહુમાન સાચવી ગ્રંથને તેમની સાથે પાટણ મોકલી આપો.
પાટણના રાજદરબારમાં મંત્રીઓએ માતાના મંદીરે બનેલ ચમત્કારિક વૃત્તાંત સિદ્ધરાજને કહી સંભળાવ્યું. તે સાંભળી રાજવીને ઘણોજ સંતોષ થે આ સમયે રાજસ્થાન કવિઓએ પણ તેની પ્રશંસા કરતાં કહ્યું,
भ्रात संबृणु पाणिनी प्रलपितं कातंत्र कथा वृथा मा कार्षीः कटु शाकटायन वचः क्षुद्रेण चान्द्रण र्किम् का कंठाभरणादि भिबठरय त्यात्मान मन्यैरपि श्रूते यदि तावदर्थ मधुरा श्रीसिद्ध हे मोक्तय
ભાવા:-અર્થથી મધુર શ્રી હેમચંદ્રસૂરિનાં વચને અર્થાત તેમની કૃતિ વિદ્યમાન છે. તે, “હે પાણિનિબંધુ! તારા પ્રલાપને બંધકર, કાતંત્રની કૃતિ રૂપ કંથા (ગોદડી)વૃથા છે. હે શાકટાયન! તું કટુવચન કાઢીશ નહિ. શુદ્ધ એવી ચાંદ્રોકિતથી શું? અને બીજા પણ કંઠાભરણાદિક વ્યાકરણથી પિતાને બર (જડ) બનાવે !
આ પ્રમાણે વ્યાકરણની પ્રશંસા સમસ્ત ગુર્જર દેશમાં થવા લાગી,
આ કાર્યમાં ઉદયન મંત્રીએ ઉંચ્ચકોટીને સાથ આપ્યો હતો. જેથી તેના હર્ષને પાર સુરિશ્રીની અલૌકિક કૃતિથી સમાયે નહિ–
પાટણનું મહાજન તે આ કાળે હર્ષઘેલું બન્યું. અને પાટણની વિજયી પતાકા, શાંતુ મહેતા અને મહામંત્રી મુંજાલની કાર્ય કુશળતાના કારણે વધુ કીર્તિવંત બની.
આ કાળે પાટણના ગુજરાતી મહાજનમાં, લગભગ ૧૮૦૦ જેટલા તે કરેડાધિશ હતા. જેમને રાજ્ય તરફથી પૂરતું માન મળતું હતું. તેમના મહેલે