SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ [મહાન ગુજરાત વિવેચન, સદસ્કૃતિ, નામમાળા વગેરે તૈયાર થયા. તેમજ ધાતુપાક, ગણપાર્ક, લિંગાનું શાસન વગેરે વ્યાકરણના આઠે વિભાગે લખાઈ તૈયાર થયા. ત્યાર પછી સુરિશ્રીએ અભિનવ વ્યાકરણની રચના શરૂ કરી, જેમાં સાત અધ્યાયના મૂળ સૂત્ર ૪૬૮૫, ઉણદિન ૧૦૦૬ સત્ર, અને આઠમા અધ્યાયના ૧૧૧૯ સૂત્રોની રચના થઈ. આ પ્રમાણે કુલ ૫૬૯૧ સૂત્રે તેમજ ૧૧૦ શ્લેક પ્રમાણુ શ્રી “સધ્ધ હેમ વ્યાકરણ રચાયું. તેમજ આ ગ્રંથ ઉપર બ્રહદ્ મધ્યમ-લઘુ એમ ત્રણ ટીકાઓ અરિશ્રીએ બનાવી. આ વ્યાકરણ ગ્રંથનું લખાણ સુવર્ણ શાહીથી થયું. જેમાં ત્રણ લહીયાઓને હમેશા એક એક દામ આપવામાં આવે છે. આ પ્રમાણે સંવત ૧૧૯૪ થી ૯૭ સુધીના ત્રણ વર્ષમાં વ્યાકરણ ગ્રંથની ૩૦૦ નકલે તયાર થઈ. શ્રી હેમચંદ્રાચાર્યના ઉપદેશ પ્રમાણે ગ્રંથ રચનાની ખુશાલીમાં માછીની જાળે બંધ કરાવી ને કરડે નૈયા પુણ્ય દાનમાં ખરચ્યા. બૃહદ વૃત્તિનું પ્રમાણ ૧૮૦૦૦ શ્લેક. મધ્યમવૃત્તિનું , ૧૨૦૦૦ લઘુવૃત્તિનું , ૬૮૦૦ કુલ પ્રમાણ છે ૩૬૦૦૦ શ્લોક પ્રમાણ આ પ્રમાણે ગ્રંથ રચના મહત્વતામય બની ગ્રંથના પ્રત્યેક પાઠના અને તે એકેક શ્લોક વધુમાં, આર્યા, ઉપન્નતિ, માલિની વિગેરે છંદથી વ્યાકરણ અલંકૃત થયેલ છે. પ્રશસ્તિમાં મ. મુળરાજથી આરંભી સિદ્ધરાજ સુધીના રાજવીઓનું આબેહુબ વર્ણન આલેખવામાં આવ્યુ છે. જેમાંથી ઈતિહાસકારો માટે પ્રમાણભૂત બાબતે જાણવા મળે છે. આમાં પ્રશસ્તસહ કુલ ૩૫ શ્લેક છે... આટલો મોટો ગ્રંથ અનેક વિભાગમાં રચાયે છતા તેના મગળ ચરણમાં માત્ર એક જ શ્લેક છે. આ વ્યાકરણ ઉપરથી ૯૦૦૦૦ શ્લેક પ્રમાણ ખૂહઠ, ન્યાસ ફરીથી રચાયેલ છે. જે અત્યારે સંપૂર્ણ મળતું નથી પરંતુ ટુટક રીતે પ્રાપ્ત થઈ શકે છે. આ ગ્રંથ હજુ અપ્રસિદ્ધ છે. આ પ્રગટ કરવામાં આવે તે મહાન ઉપકારી નીવડે.
SR No.023308
Book TitleMahan Gujaratno Suvarna Yug ane Kalikal Sarvagna Shree Hemchandracharya Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1949
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy